બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - માર્કેટ્સ

Motilal Oswalનો દાવો, આ 5 ફંડામેન્ટલ સ્ટૉક્સ પર લગાવો દાવ, મિડ ટર્મમાં મળશે 21% સુધી રિટર્ન

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે રોકાણકારોને 1 વર્ષના સમય ફ્રેમમાં 5 ફંડામેન્ટલ સ્ટૉક્સમાં રોકાણ કરવા સૂચન કરે છે.
ના રોજ પ્રકાશિત Wed, 09, 2021 પર 16:46  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશમાં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી શેર માર્રેટ અમુક હદ સુધી સ્થિર થઈ ગયું છે અને હવે તેમાં તેજીનો ટ્રેન્ડ બતાવી રહ્યો છે. જો કે આજે Sensex અને Nifty બન્નેમાં ઘટાડો થયો છે, જેને માર્કેટ એક્સપર્ટ ખરીદીની અપૉર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ (motilal Oswal)એ કંપનીઓના મજબૂત ફંડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને 1 વર્ષના ટાઇમ ફ્રેમમાં 21 ટકા સુધીના રિટર્ન માટે આ 5 સ્ટૉક્સમાં રોકાણ કરવા સૂચન કર્યું છે....


ONGC


બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે ONGC સ્ટૉક્સને 1 વર્ષ માટે 150 રૂપિયાના લક્ષ્યાંક પ્રાઇસને ધ્યાનમાં રાખીને ખરીદારી કરવાનું સૂચન કર્યું છે. Motilal Oswalનું કહેવું છે કે ONGCના શેર રોકાણકારોને મિડ ટર્મમાં 20 ટકા રિટરિન આપી શકે છે. આજે બપોરે 3.15 માં તેના શેર 0.24 ટકાના ઘટાડા સાથે 124.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.


ICICI Bank


Motilal Oswalએ ICICI Bankના સ્ટૉક્સનું લક્ષ્યાક પ્રાઇસ મિડ ટર્મ માટે 750 રૂપિયા નક્કી કર્યું છે. આજે કંપનીના શેર 0.88 ટકાના ઘટાડા સાથે 636.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે કે, કંપની તેના રોકાણકારોને એક વર્ષમાં 18 ટકા રિટર્ન આપી શકે છે.


Alkem Laboratories


બ્રોકરેજ ફર્મ Motilal Oswalની આશા છે કે Alkem Laboratoriesના 1 વર્ષના ટાઇમ ફ્રેમમાં તેના રોકાણકારોને 21 ટકા કરતા વધુ રિટર્ન આપી શકે છે. બ્રોકરેજ હાઉસે રોકાણકારોને આ સ્ટૉક્સની ખીરીદારી 3730 રૂપિયાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવાનું સૂચન કર્યું છે. આજે તેના શેર 2.21 ટકાના ઘટાડા સાથે 3105.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.


KNR Constructions


Motilal Oswalના KNR Constructionsના સ્ટૉક્સનું લક્ષ્યા પ્રાઇસ મિડ ટર્મ માટે Rs 265 રૂપિયા નક્કી કર્યા છે. આજે તેના શેર 1.08 ટકા ઘટીડી સાથે 223.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. એટલે કે કંપની 1 વર્ષના ટાઇમ ફ્રેમમાં રોકાણકારોને 18 ટકા રિટર્ન આપી શકે છે.


JK Cement


JK Cementના સ્ટૉક્સના લક્ષ્યા પ્રાઇસ મિડ ટર્મના માટે Motilal Oswalએ 3360 રૂપિયા આપ્યું છે. કંપનીના શેર આજે 0.31 ટકાના ઘટાડાની સાથે 2871.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. એટલે કે કંપનીના શેર રોકાણકારોને મિડ ટર્મમાં 18 ટકા રિટર્ન આપી શકે છે.