બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 08:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


સોલર ઇન્ડસ્ટ્રીઝ પર વેન્ચુરા -
વેન્ચુરાએ સોલર ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1537 રાખ્યો છે. એક્સપ્લોઝિવ્સ કારોબારમાં કંપની હરિફ કરતાં ઘણી મોટી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને માઇનિંગને પ્રોત્સાહન કંપનીને ઘણો લાભ કરશે. કૅશ ફ્લો ઘણો પોઝિટિવ રહી શકે. ઋણ પણ આ સ્તરે જળવાયેલું રહેશે. આવક અને નફો 2020 સુધીમાં વાર્ષિક 25.3%-28.6% ગ્રોથ બતાવશે.

બીએસઈ લિમિટેડ પર નોમુરા -
નોમુરાએ બીએસઈ લિમિટેડ પર નેચરલથી રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1000 રાખ્યો છે. ફ્રેન્ચાઇઝ વેચવાની રણનીતિ છતાં હરિફાઈમાં પાછળ પડી રહી છે કંપની. નૉન-કોર કારોબારથી ઘણી મોટી આવક એબિટ ગ્રોથ પર પણ પ્રશ્નો ઊભા થાય છે. 2020 અંત સુધીમાં આવક, એબિટ અને નફો 4,11 અને 14%ની વાર્ષિક ગ્રોથ બતાવશે. 2020 અંત સુધીમાં માર્જિન વધીને 30% સુધી પહોંચી શકે છે.

પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર આઉટપર્ફોમર રેટિંગ સાથે કવરેજ શરૂ. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1150 રાખ્યો છે. મૅન્યુફેક્ચરિંગ કારોબારમાં સ્થાન મજબૂત આગળ ગ્રોથ માટે ઘણી સારી તક છે. ઓર્ડરબુકમાં સતત સુધારો થયો છે. સ્પેશાલિટી પ્રોડક્ટ્સ પર ફોકસ પોઝિટિવ છે. ઈપીએસમાં આગળ મોટો સુધારો આવશે. માર્જિન જોકે નાની રેન્જમાં જળવાશે.

યુએફઓ મુવિઝ પર સિટી -
સિટીએ યુએફઓ મુવિઝ પર ખરીદારીથી રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 530 થી વધારી રૂપિયા 610 રાખ્યો છે. મર્જરથી જાહેરાતની આવક વધી શકે. ક્યુબ સાથે મર્જરથી માર્કેટ શૅર સુધરશે. જીએસટી અને નોટબંધીની અસર હવે પૂરી ઘટાડે ખરીદીની સારી તક ઊભી થઈ છે. એચ2 નાણાકીય વર્ષ 18માં સારા પરિણામની અપેક્ષા છે.

આઇડિયા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે આઇડિયા પર અંડરપર્ફોમર્સ રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 70 રાખ્યો છે. ઓપરેટિંગ આવકમાં ઘટાડો છે. તેના પર મર્જરથી પણ ખાસ સુધરશે નહીં. વોડાફોન-આઇડિયા મર્જ કંપનીનું ઋણ ઘણું ઊંચું રહેવાની શક્યતા. ડેટા માર્કેટમાં જોરદાર ગ્રોથનો ખાસ લાભ આઇડિયાને નથી થયો.

ગ્રેન્યુલ્સ પર મોતીલાલ ઓસવાલ -
મોતીલાલ ઓસવાલે ગ્રેન્યુલ્સ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 200 રાખ્યો છે. 12-18 મહિનામાં સ્ટૉક 50%થી વધુ રિટર્ન્સ આપી શકે એમ છે. આરએન્ડડી ખર્ચ સુધરતાં નાણાકીય વર્ષ 20 સુધીમાં નફામાં પ્રતિવર્ષ 25%ને પાર ગ્રોથ હશે. નાણાકીય વર્ષ 18-19 માટે ઈપીએસ અનુમાન 10-12% જેટલું ઘટાડ્યું છે.