બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 25, 2018 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઈડિયા સેલ્યુલર પર બ્રોકરેજ -
ક્રેડિટ સુઇસે આઈડીયા સેલ્યુલર પર અંડરપર્ફોમની સાથે રેટિંગ યથાવત રાખ્યુ છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 70 થી ઘટાડી રૂપિયા 65 કર્યો છે. એચએસબીસીએ આઈડિયા સેલ્યુલર પર રિડ્યુસની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 78 થી ઘટાડી રૂપિયા 75 કર્યો છે.

ઈન્ડિગો પર બ્રોકરેજ-
એડલવાઇઝે ઇન્ડિગો પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1378 થી વધારી 1655 કર્યો છે. ક્રેડિટ સુઇસે ઈન્ડિગો પર આફટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત રાખ્યુ છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 165 રાખ્યો છે.ૉ

મહિન્દ્રા ફાઈનાન્સ પર બ્રોકરેજ -
મેક્વાયરીએ મહિન્દ્રા ફાઈનાન્સ પર નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 345 થી વધારી રૂપિયા 465 કર્યો છે. જેપી મોર્ગને મહિન્દ્રા ફાઈનાન્સ પર અંડરવેઇટના રેટિંગ સાથે યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 230 રાખ્યો છે.

કંટેનર કૉર્પ પર બ્રોકરેજ -
નોમુરાએ કંટેનર કૉર્પ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1324 રાખ્યો છે. જેપી મોર્ગને કંટેનર કૉર્પ પર ઓવરવેઇટની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1750 રાખ્યો છે.

એલએન્ડટી ફાઇનાન્સ પર એમ્કે -
એમ્કેએ એલએન્ડટી ફાઇનાન્સ પર ખરીદારીના રેટિંગની સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 250, 39% ની તેજી સંભવ છે. હાલના પરિબળોને જોતાં કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો સૌથી સારો છે. ધિરાણના કારોબારમાં ટર્નઅરાઉન્ડ સફળ, મજબૂત ગ્રોથ જોવા મળશે. હોલસેલ કારોબારથી રિટર્નના અવરોધ દૂર થઈ રહ્યા છે. માર્ચ 2020 સુધીમાં નફો પ્રતિવર્ષ 32%ના દરે વધે એવી સંભાવના છે.

એલએન્ડટી ઇન્ફોટેક પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ એલએન્ડટી ઇન્ફોટેક પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1200 થી વધારી રૂપિયા 1600 કર્યો છે. આવકની ગ્રોથનું જબરજસ્ત મોમેન્ટમ ડીલ જીતવામાં પણ સારું પ્રદર્શન છે. 2018-2020 સુધીમાં કંપની 12-15%ની ડૉલર આવકની ગ્રોથ બતાવી શકે છે. મિડકેપ ITમાં ટોપ પિક છે.

હિમાદ્રી કેમિકલ્સ પર આઈઆઈએફએલ -
આઈઆઈએફએલે હિમાદ્રી કેમિકલ્સ પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 240, 32% તેજીની તક છે. મુખ્ય કારોબારમાં હરિફાઈ કરતાં આગળ નવી પ્રોડક્ટ્સમાં માર્જિન ઊંચા મળશે. 2023 સુધીમાં નવી પ્રોડક્ટ્સ ઓપરેટિંગ આવકમાં રૂપિયા 500 કરોડનો ઉમેરો કરી શકશે. 2018-2020 વચ્ચે ઈપીએસમાં પ્રતિવર્ષ 40%ની વાર્ષિક ગ્રોથ જોવા મળશે.

પેટ્રોનેટ એલએનજી પર જેફરીઝ -
જેફરીઝે પેટ્રોનેટ એલએનજી પર હોલ્ડથી રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીનું રેટિંગ કર્યુ છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 290 રાખ્યો છે. ટૂંકાગાળે સ્થિર પ્રદર્શનની શક્યતા. લાંબાગાળે ગ્રોથ પર ઘણો ભરોસો છે. વેલ્યુએશન ખાસ મોંઘા નથી લાગતા દહેજ અને કોચીથી ઘણો લાભ થશે.