બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Tue, 30, 2018 પર 08:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એચડીએફસી લિમિટેડ પર બ્રોકરેજનો મત -
નોમુરાએ એચડીએફસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2000 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે એચડીએફસી પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2250 રાખ્યો છે. સીએલએસએ એ એચડીએફસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2200 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર બ્રોકરેજનો મત -
સીએલએસએ એ ટેક મહિન્દ્રા પર વેચાણથી રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 500 થી ઘટાડી રૂપિયા 460 કર્યા છે. ક્રેડિટ સુઇસે ટેક મહિન્દ્રા પર આઉટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 720 થી ઘટાડી રૂપિયા 700 કર્યા છે.

ઇમામી પર બ્રોકરેજનો મત -
સિટીએ ઈમામી પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1270 રાખ્યો છે. મૅક્વાયરીએ ઇમામી પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1314 રાખ્યો છે.

ફ્યુચર કંઝ્યુમર પર યુબીએસ -
યુબીએસે ફ્યુચર કંઝ્યુમર પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 85 રાખ્યો છે. આવકની ગ્રોથમાં જંગી ઉછાળો સંભવ ખાનગી બ્રૅન્ડ્સને થતા લાભથી ફાયદો છે. પ્રોડક્ટ્સ મિશ્રણમાં સુધારાને લીધે નફા અને માર્જિનમાં ઉછાળો દેખાશે. આવતા વર્ષે કંપની નફામાં આવશે. નાણાકીય વર્ષ 19માં નફો રૂપિયા 50 કરોડને પાર હશે. 2022 માર્ચ સુધીમાં કંપનીની આવક પ્રતિવર્ષ 49%ના દરે વૃદ્ધિ બતાવશે.

બીએલએસ ઇન્ટરનેશનલ પર એલારા -
એલારાએ બીએલએસ ઇન્ટરનેશનલ પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 315 રાખ્યો છે. હાલના 4%ના માર્કેટ શૅરને કંપની 2019 અંત સુધીમાં બમણો કરી શકે. ફ્રી કૅશ ફ્લો કંપનીને ઘણો લાભ કરશે. ક્ષમતા સુધારવા ઓછા ખર્ચથી પણ ટેકો છે. સ્પેન ગ્લોબલ વિઝા અને પંજાબ eGov કરારનો ઘણો લાભ થશે. આવક અને નફો માર્ચ 2020 સુધીમાં પ્રતિવર્ષ 19% અને 47% વૃદ્ધિ બતાવશે.