બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 31, 2018 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઈઓસી પર બ્રોકરેજ મત -
મોર્ગન સ્ટેનલીએ આઈઓસી પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 520 રાખ્યો છે. મેક્વાયરીએ આઈઓસી પર આઉટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 610 રાખ્યો છે. જેપી મોર્ગન સ્ટેન્ટલીએ આઈઓસી પર ઓવરવેઇટની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 480 રાખ્યા છે. નોમુરાએ આઈઓસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 495 રાખ્યા છે. ડૉઇશ બેન્કે આઈઓસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 540 રાખ્યો છે.

ટીવીએસ મોટર પર બ્રોકરેજ મત -
સીએલએસએ એ ટીવીએસ મોટરના વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 રાખ્યો છે. જેફરિઝે ટીવીએસ મોટરના ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક 720 રાખ્યો છે.

આઇશર મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએ એ આઇશર મોટર્સ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 39300 રાખ્યો છે. આકર્ષક વેલ્યુએશન અને હરિફની સરખામણીમાં સ્ટૉક સસ્તો છે. કંપનીના ગ્રોથ આઉટલુક પર ચિંતા વધુ પડતી છે, ધીમો સુધારો દેખાશે. લાર્જકેપ હરિફોની સરખામણીમાં લાંબાગાળે સારા રિટર્નની ક્ષમતા છે.

જૈન ઇરિગેશન પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે જૈન ઇરિગેશન પર વેચાણથી રેટિંગ યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 82 રાખ્યો છે. માર્જિનમાં અપેક્ષા મુજબ નિરાશા એબિટડામાં મૅનેજમેન્ટ ગાઇડન્સ ઘટ્યું.

ગ્રેફાઇટ ઇન્ડિયા પર જેફરીઝ -
જેફરીઝે ગ્રેફાઇટ ઇન્ડિયા પર ખરીદારીના રેટિંગ યથાવત, તેના પર લક્ષ્યાંક રૂપિયા 830 થી વધારી રૂપિયા 1135 રાખ્યો છે. અપેક્ષા કરતાં સારા પરિણામ રજૂ કર્યા. નાણાકીય વર્ષ 19-20 માટે અનુમાન વધાર્યું.


ડૉ રેડ્ડીઝ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ડૉ રેડ્ડીઝ પર અંડરપર્ફોમરની સાથે રેટિંગ યથાવત રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1865 રાખ્યો છે. કૉપેક્ઝોન લૉન્ચમાં વિલંબથી ફટકો કૉપેક્ઝોનમાં હરિફાઈ ઝડપથી આવી. અમુક પ્રોડક્ટ્સ પર વધુ ફોકસથી કારોબાર પર ચિંતા યથાવત છે.