બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


કોલગેટ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને કોલગેટ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1110 ના સ્તર પર છે. માર્જિનમાં સારા પ્રદર્શનથી ઓપરેશનલ આંકડા સુધર્યા. 12%ની વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નરમ જો કે પ્રાઇસિંગની ગ્રોથ સારી રહી છે. માર્કેટ શૅરમાં હજી સુધી સુધારો નથી.


કોલગેટ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે કોલગેટ પર નેચરલના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1025 થી વધારી રૂપિયા 1120 રાખ્યો છે. વોલ્યુમ અને માર્કેટ શૅરથી નિરાશા માર્જિનથી પોઝિટિવ સરપ્રાઇઝ છે. હરિફ કરતાં વોલ્યુમ ગ્રોથ ઘણી નીચી હરિફાઈને લીધે માર્કેટ શૅર ઘટ્યો છે. ખર્ચ નિયંત્રણને લીધે માર્જિનમાં સરપ્રાઇઝ છે.

વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ પર જેપીએમ -
જેપીએમે વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 450 રાખ્યો છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 20.7 પર છેલ્લા અમુક ત્રિમાસિકમાં સૌથી વધુ છે. મેનુમાં બદલાવને લીધે ગ્રોથ સુધરી છે. આગળ પણ ગ્રોથ જળવાયેલી રહેશે.