બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


શોભા પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ શોભા પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 603 થી વધારી રૂપિયા 646 રાખ્યો છે. ક્વાર્ટર 3 પરિણામો અનુમાન મુજબ રહ્યા. ક્વાર્ટર 3માં ઓપરેટિંગ પરફોર્મન્સ સારું રહ્યું. પ્રી-સેલ્સના આંકડા ઑલટાઇમ હાઈ પર નવી લૉન્ચથી પણ કંપનીને લાભ થશે. ઓપરેટિંગ કૅશફ્લો પોઝિટિવ, ઋણ નીચું આવનારા સમયમાં પ્રી-સેલ્સ મજબૂત હશે.

શોભા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ શોભા પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 605 રાખ્યો છે. ક્વાર્ટર 3 પરિણામો અનુમાનથી સારા. નવા લૉન્ચનું મોમેન્ટમ વધશે. 2-3 ત્રિમાસિકમાં કંપની વધુ 5 થી 7 નવા લૉન્ચ માર્કેટમાં લાવી શકે છે. બેલેન્સશીટ ઘણી સારી વેલ્યુએશન પણ સસ્તા છે.

બેન્ક ઑફ ઇન્ડિયા પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ બેન્ક ઑફ ઇન્ડિયા પર અંડરપર્ફોમરના રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 98 થી ઘટાડી રૂપિયા 87 રાખ્યા છે. ગયા ત્રિમાસિકમાં ચિંતાજનક પરિણામ. પ્રોવિઝન્સ વધતાં બેન્ક ખોટમાં છે. અન્ય બેન્ક પાસેથી રિકવરી કરવાની રકમ ઘણી મોટી દેખાઈ રહી છે. NCLT કેસને લીધે અમુક પ્રોવિઝન્સ ઘટે એવી શક્યતા દેખાઈ રહી છે.

બેન્ક ઑફ ઇન્ડિયા પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે બેન્ક ઑફ ઇન્ડિયા પર વેચાણથી રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 120 થી ઘટાડી રૂપિયા 110 રાખ્યો છે. Q3માં એસેટ ક્વૉલિટીમાં કોઈ રાહત નહીં. બેન્કના મુખ્ય કારોબારમાં પણ ચિંતા છે. આરબીઆઈ સાથે એનપીએના આંકડામાં તફાવત છે. મોટો હોવાથી અંતિમ એનપીએ આંકડો મોટો છે. આ ત્રિમાસિકમાં થોડી રિકવરી થઈ શકે. RoE આવનારા વર્ષે 3-5% રહી શકે છે.

મહાનગર ગેસ પર સિટી -
સિટીએ મહાનગર ગેસ પર ખરીદારીના વેચાણથી રેટિંગ અપગ્રેડ કર્યુ. લક્ષ્યાંક વધારીને રૂપિયા 1170 રાખ્યો છે.

ડૉ લાલ પૅથલૅબ્સ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ડૉ લાલ પૅથલૅબ્સ પર અંડરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 700 થી વધારી રૂપિયા 810 રાખ્યો છે.

એનએચપીસી પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે એનએચપીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 5% ઘટાડીને રૂપિયા 37 કર્યો.