બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એનઆઈઆઈટી ટેક પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એનઆઈઆઈટી ટેક પર આઉટપર્ફોમરની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 850 થી વધારી રૂપિયા 1050 રાખ્યો છે. નાની આઈટી કંપનીઓ ગ્રોથ માટે વધુ આકર્ષક લાગી રહી છે. સ્ટૉકમાં હાલ જોવા મળેલી તેજી છતાં વેલ્યુએશન હજી ખાસ મોંઘા નથી. આવકની ગ્રોથ ઇન્ડસ્ટ્રીની સરેરાશ કરતાં વધુ, માર્જિન પણ સુધર્યા છે.

ઇન્ફો એજ પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ ઇન્ફો એજ પર નેચરલ રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1300 રાખ્યો છે. શૅરહોલ્ડર્સ પે-આઉટ સતત વધી શકે. ડિવિડન્ડ રૂપિયા 8 થી રૂપિયા 10 રહી શકે એમ છે. માર્કેટ શૅર જાળવી રાખવા કંપની સક્ષમ છે. જો કે રિયલ એસ્ટેટમાં નરમાશથી ચિંતા છે.

બીએચઈએલ પર સિટી -
સિટીએ બીએચઈએલ પર વેચાણથી રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 83 રાખ્યો છે. આ નાણાંકીય વર્ષ માટે મોમેન્ટમ પોઝિટિવ, પણ આઉટલુક હજી નરમ છે. એલ1 પ્રોજેક્ટ્સ વાર્ષિક ધોરણે ઘટ્યા છે. ક્વાર્ટર 3 આંકડા પણ નિરાશાજનક હતા.

ફ્યુચર કંઝ્યુમર પર મોતિલાલ ઓસવાલ -
મોતિલાલ ઓસવાલે ફ્યુચર કંઝ્યુમર પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 76 રાખ્યો છે. મોડર્ન રિટેલ સેગ્મેન્ટમાં બ્રૅન્ડ્સનો યોગ્ય સમાવેશ કરવામાં કંપની સક્ષમ છે. ફ્યુચર ગ્રુપની કંપનીઓમાં સૌથી આકર્ષક સતત સુધરતા કારોબારથી માર્જિન વધશે. જો કે કંપની નાણાકીય વર્ષ 19માં જ નફામાં આવશે. ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સુધરી રહ્યું છે.

પીએનબી હાઉસિંગ પર આઈઆઈએફએલ -
આઈઆઈએફએલે પીએનબી હાઉસિંગ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1700 થી ઘટાડી રૂપિયા 1360 રાખ્યો છે. વધતા વ્યાજદર અને મહત્વના શૅરધારકો હિસ્સો વેચી શકે એ ખબરથી ચિંતા. વધતા વ્યાજદરથી માર્જિનને અસર થશે. એયુએમ વાર્ષિક ધોરણે 42% ગ્રોથ કરી શકે.