બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 04, 2018 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


એમઆરએફ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે એમઆરએફ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 89000 છે. કાચામાલના વધેલા ભાવને લીધે Q4 પરિણામ નરમ રહ્યા. વોલ્યુમ ગ્રોથમાં સુધારો યથાવત છે. આ વર્ષે ભાવવધારાની ઘણી શક્યતા છે.

એમઆરએફ પર કોટક સિક્યોરિટીઝ -
કોટક સિક્યોરિટીઝે એમઆરએફ પર એડીડીથી રેટિંગ ઘટાડવામાં આવ્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 77000 છે. ભાવવધારાથી માર્જિન 18-19%ની આસપાસ જાળવવામાં મદદ મળશે. નાણાકીય વર્ષ 18-21 વચ્ચે આવકમાં પ્રતિવર્ષ 10%ની ગ્રોથ દેખાય એની ઘણી શક્યતા છે.

અદાણી પોર્ટ્સ પર સિટી -
સિટીએ અદાણી પોર્ટ્સ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 575 રાખ્યો છે. કોલસાના વોલ્યુમમાં અસર થઈ હોવા છતાં ગ્રોથના આંકડા સારા છે. બેલેન્સશીટમાં સ્થિર સુધારો વેલ્યુએશન આકર્ષક છે.

અદાણી પોર્ટ્સ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને અદાણી પોર્ટ્સ પર ઑવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક 440 રાખ્યો છે. વધેલા વ્યાજ અને ટેક્સના દરથી નફો અનુમાન મુજબ રહ્યો છે. ઋણ ઘટાડવા પર કંપનીનું ફોકસ યથાવત છે. રૂપિયા 1750-2000 કરોડ જેટલો કૅશફ્લો વધી શકે.

ઈમામી પર એડલવાઇસ -
એડલવાઇસે ઈમામી પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1328 થી ઘટાડી રૂપિયા 1244 કર્યા છે. MAT ક્રેડિટ રિવર્સલને લીધે નફો અનુમાન કરતાં ઓછો રહ્યો. કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સનો કારોબાર સ્થિર કેશ કિંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. FY19-20 માટે EPS અનુમાનમાં 15% અને 9%નો કાપ મૂક્યો છે.