બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Wed, 09, 2018 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


જુબિલન્ટ ફૂડ પર બ્રોકરેજ હાઉસનો મત -
સીએલએસએ એ જુબિલન્ટ ફૂડ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2800 થી વધારી રૂપિયા 3150 રાખ્યા છે. ક્રેડિટ સુઇસે જુબિલન્ટ ફૂડ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2750 થી વધારી રૂપિયા 3050 રાખ્યા છે. એડલવાઇસે જુબિલન્ટ ફૂડ પર હોલ્ડના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2399 થી વધારી રૂપિયા 2766 રાખ્યા છે.

ગોદરેજ કંઝ્યુમર પર બ્રોકરેજ મત -
જેફરીઝે ગોદરેજ કંઝ્યુમર પર હોલ્ડના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1100 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1175 રાખ્યો છે.

કજારિયા સિરામિક્સ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે કજારિયા સિરામિક્સ પર નેચરલ રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 650 રાખ્યા છે. વોલ્યુમ પિક-અપના કોઈ સંકેત નહીં. ગેસના ભાવવધારા અને નબળા રૂપિયાને લીધે નેગેટિવ અસર હશે. ડિમાન્ડ સુધરતાં અને ઇ-વે બિલની પોઝિટિવ અસર રહેતાં રાહત સંભવ છે.

ન્યુજેન સોફ્ટવેર પર જેફરીઝ -
જેફરીઝે ન્યુજેન સોફ્ટવેર પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 305 છે. બેન્કિંગ-ફાઇનાન્શિયલ સેગ્મેન્ટમાં દેશની માર્કેટ લીડર કંપની છે. ડિજીટાઇઝેશન તરફ કારોબાર વધારવાથી ઘણો લાભ થયો. નાણાકીય વર્ષ 18-20 વચ્ચે ઈપીએસ પ્રતિવર્ષ 23 અને 27%ના દરે વધી શકે.