બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2018 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઇશર મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએએ આઇશર મોટર્સ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 39000 છે. કૉન્કોલમાં રોયલ એનફીલ્ડ ડિમાન્ડ પર મૅનેજમેન્ટ ઘણું પોઝિટિવ છે. ક્ષમતા વધારવાના આઉટલુકને જોતાં ડિમાન્ડ સુધારાની અપેક્ષા છે.

આઇશર મોટર્સ પર ડીબી રિયલ્ટી -
ડીબી રિયલ્ટીએ આઇશર મોટર્સ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 34000 થી વધારી રૂપિયા 34500 રાખ્યા છે. નાણાકીય વર્ષ 19માં વોલ્યુમ ગ્રોથ મોમેન્ટમ જળવાઈ રહેવાની અપેક્ષા છે. રોયલ એનફીલ્ડ વોલ્યુમ પ્રતિવર્ષ 15% વધે તો EPSમાં 23% વાર્ષિક ગ્રોથ થશે.

અરવિંદ પર સીએલએસએ -
સીએલએસએએ અરવિંદ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 524 થી વધારી રૂપિયા 557 રાખ્યા છે. બ્રૅન્ડ અને રિટેલ કારોબારમાં સારા પ્રદર્શન બાદ હવે ડિમર્જર પર ફોકસ છે. ગ્રોથના ફંડિંગ માટે બ્રૅન્ડ-રિટેલ કારોબારના સારા પ્રદર્શનથી ચિંતા હટી. હવે ટેક્સટાઇલ્સ સેગ્મેન્ટમાં કેટલી ગ્રોથ આવે છે એના પર નજર છે.

ફેડરલ બેન્ક પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે ફેડરલ બેન્ક પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 130 થી ઘટાડી રૂપિયા 120 કર્યા છે. બેલેન્સશીટ ક્લીન-અપથી નફા અને આવક પર અસર જોવા મળી. બેન્કિંગ કારોબારમાં પણ ટ્રેન્ડ નબળો દેખાય છે. ઓપરેટિંગ કારોબારની નરમાશથી વ્યાજની આવકમાં પણ દબાણ છે.

પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 960 રાખ્યો છે. ગ્રોથ અને માર્જિન સુધારાની સંભાવના યથાવત છે. વેલ્યુએશન આકર્ષક સર્વિસિસમાં મોમેન્ટમ સારું છે. Q4માં IBMથી આવેલું દબાણ લાંબાગાળા માટે નહીં અસર કરે.

લ્યુપિન પર નોમુરા -
નોમુરાએ લ્યુપિન પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1072 રાખ્યો છે. જાપાનમાં નવી દવાનું ફાઇલિંગ પોઝિટિવ છે. ગ્લોબલ સેલ્સ $8.3 Bn પર પહોંચી શકે. આ સ્તરેથી આવતો કોઈ પણ ઘટાડો નવી ખરીદીની તક હશે.

એબીબી ઇન્ડિયા પર ડૉઈશ બેન્ક -
ડૉઈશ બેન્કે એબીબી ઇન્ડિયા પર હોલ્ડના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1230 થી ઘટાડી રૂપિયા 1210 કર્યા છે. એક આંકડામાં ગ્રોથનું રિસ્ક વધ્યું છે. ઓછી ગ્રોથ સામે વેલ્યુએશન મોંઘા છે.