બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 11, 2018 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ટાઇટન પર બ્રોકરેજ હાઉસનો મત -
ક્રેડિટ સુઇસે ટાઈટન પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 850 થી વધારી રૂપિયા 906 રાખ્યા છે. સીએલએસએ એ ટાઈટન પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 950 થી વધારી રૂપિયા 1050 રાખ્યા છે. મૅક્વાયરીએ ટાઈટન પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 907 થી રૂપિયા 1240 રાખ્યા છે.

એશિયન પેન્ટ્સ પર બ્રોકરેજ હાઉસનો મત -
ક્રેડિટ સુઇસે એશિયન પેન્ટ્સ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1220 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટ્સ પર ઑવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1400 રાખ્યો છે.

ઝી એન્ટરટેનમેન્ટ પર બ્રોકરેજ હાઉસનો મત -
સીએલએસએ એ ઝી એન્ટરટેનમેન્ટ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 705 રાખ્યો છે. બીઓએફએ એમએલે ઝી એન્ટરટેનમેન્ટ પર અંડરપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 545 રાખ્યો છે.

નેસ્લે પર સીએલએસએ -
સીએલએસએએ નેસ્લે પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 9750 થી વધારી રૂપિયા 10200 રાખ્યા છે. 2018ની શરૂઆત ઘણી સારી કૉમોડિટીના ભાવને લીધે માર્જિન સારા છે.

યુનિયન બેન્ક પર સીએલએસએ -
સીએલએસએએ યુનિયન બેન્ક પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 125 રાખ્યા છે. અનુમાન કરતાં પણ ખરાબ પરિણામ છે. અમુક દબાણ હેઠળની લોન એનપીએ થઈ.

એમ્ફસિસ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ એમ્ફસિસ પર ઑવરવેઇટના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 920 રાખ્યો છે. ક્વાર્ટર 4 પરિણામ ઘણા સારા અને નાણાકીય વર્ષ 19 માટે આઉટલુક પણ સારું છે. માર્જિન ગાઇડન્સ 14-16%થી વધારી 15-17% જેટલું કર્યું.

સન ફાર્મા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સન ફાર્મા પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 640 છે. એબ્સોરિકા રોયલ્ટીમાં કંપનીની પાર્ટનર સાઇફરનું નરમ પ્રદર્શન છે. જોકે અન્ય સ્પેશાલિટી દવાના સારા પરફોર્મન્સથી અસર નહીંવત.