બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઈટીસી પર બ્રોકરેજ હાઉસનો મત -
મોર્ગન સ્ટેનલીએ આઈટીસી પર ઓવરવેઈટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 રાખ્યો છે. સીએલએસએ આઈટીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 340 રાખ્યો છે. ડૉઇશ બેન્કે આઈટીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 350 રાખ્યો છે. એડલવાઇસ ફાઈનાન્સે આઈટીસી પર હોલ્ડના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 રાખ્યો છે.

આઈટીસી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે આઈટીસી પર ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 19 થી બે આંકડામાં વૃદ્ધિ દેખાશે. ધીમે-ધીમે સ્ટૉકમાં રિ-રેટિંગ થશે.

બ્રિટાનિયા પર ગોલ્ડમૅન સૅક્સ -
ગોલ્ડમૅન સૅક્સે બ્રિટાનિયા પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 5894 નો રાખ્યો છે. ડિસ્ટ્રિબ્યુશનમાં સુધારા સાથે બે આંકડામાં વોલ્યુમ ગ્રોથ પોઝિટિવ છે. ઇનપુટ કોસ્ટ અને પ્રોડક્ટ લૉન્ચનો સમયગાળો સ્ટૉક માટે ખૂબ અગત્યનો છે.

નેસ્લે પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ નેસ્લે પર અંડરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 6400 થી વધારી રૂપિયા 7700 રાખ્યા છે. મૅગી જેવી મુખ્ય પ્રોડક્ટ્સમાં ગ્રોથની ક્ષમતા હજી નબળી દેખાઈ રહી છે. 2018-2019 માટે ઈપીએસ અનુમાનમાં 6-10%નો વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 18-20 માટેના ઑવરઓલ અનુમાન થોડા ઘટે એવી પણ શક્યતા છે.

જેએસડબ્લ્યુ સ્ટીલ પર એક્સિસ કેપ -
એક્સિસ કેપે જેએસડબ્લ્યુ સ્ટીલ પર ખરીદારીના રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 346 થી વધારી રૂપિયા 372 રાખ્યો છે. ક્વાર્ટર 4 પરિણામો અનુમાન કરતાં ખૂબ જ સારા જોવા મળ્યા છે. FY19/20 EPS અનુમાન રૂપિયા 21/22 થી વધારી રૂપિયા24/24 કર્યું છે.

જેએસડબ્લ્યુ સ્ટીલ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે જેએસડબ્લ્યૂ સ્ટીલ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 350 થી વધારી રૂપિયા 410 રાખ્યા છે. સારા પરિણામો, ઋણ ઘટ્યું અને આઉટલુક પોઝિટિવ છે. FY19-20 માટે EPS અનુમાન 14-14% જેટલું વધાર્યું છે.