બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Thu, 24, 2018 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ટાટા મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએએ ટાટા મોટર્સ પર વેચાણથી રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 330 થી ઘટાડી રૂપિયા 295 કર્યા છે. ભારતીય કારોબાર અને જેએલઆરમાં માર્જિન મામલે નિરાશા રહી. જેએલઆર આઉટલુક નરમ લાગે છે. ઈપીએસ અનુમાન 7-8% કાપ્યું.

ટાટા મોટર્સ પર જેફરીઝ -
જેફરીઝે ટાટા મોટર્સ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 510 થી ઘટાડી રૂપિયા 440 કર્યા છે. જેએલઆરનું ટૂંકાગાળાનું ડિમાન્ડ આઉટલુક નરમ ઘટાડા બાદ રિસ્ક સામે વળતર આકર્ષક છે.

જેએમ ફાઇનાન્શિયલ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે જેએમ ફાઇનાન્શિયલ પર નેચરલના રેટિંગ સાથે કવરેજની શરૂઆત કરી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 150 રાખ્યો છે. કોર્પોરેટ અને હોમલોન બુકમાં સુધારો એઆરસી કારોબારનો પણ ટ્રૅક રેકૉર્ડ સારો છે.

એબી કેપિટલ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એબી કેપિટલ પર આઉટપર્ફોમરના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ. તેના પર લક્ષ્યાંક રૂપિયા 175 રાખ્યો છે. કારોબારનું મિશ્રણ ઘણું સારું છે. લાઇફ ઇન્શ્યોરન્સમાં સુધાર છે. ક્રેડિટ રેટિંગ વધવું મોટું ટ્રિગર હશે.

મધરસન સુમી પર કોટક સિક્યોરિટીઝ -
કોટક સિક્યોરિટીઝે મધરસન સુમી પર વેચાણથી રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 265 રાખ્યો છે. Q4 પરિણામ અનુમાનથી સારા, પણ કારોબારમાં ઘણા પડકાર યથાવત છે. ઓર્ડરબુકની નરમાશથી આવકની ગ્રોથમાં ફટકો પડી શકે છે.

ગ્રાસિમ પર એડલવાઇસ -
એડલવાઇસે ગ્રાસિમ પર ખરીદારીના રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 1416 થી ઘટાડી રૂપિયા 1332 કર્યા છે. વિસ્કોસ સ્ટેપલ ફાઇબર કારોબારમાં ખર્ચ વધતાં નિરાશા, કેમિકલથી ટેકો રહ્યો.


સીઈએસસી પર નોમુરા -
નોમુરાએ સીઈએસસી પર નેચરલના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 948 રાખ્યો છે. ચંદ્રપુર પ્લાન્ટ અને સ્પેન્સર કારોબારનો ટર્ન-અરાઉન્ડ અપેક્ષા મુજબ જ રહ્યો છે.

આઈજીએલ પર નોમુરા -
નોમુરાએ આઈજીએલ પર ખરીદારીના રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 425 રાખ્યો છે. ક્વાર્ટર 4 પરિણામ અનુમાન મુજબ, પણ રૂપિયાની નરમાશથી થોડી ચિંતાજનક છે. ઑવરઓલ વોલ્યુમ ગ્રોથ 11% પર છે. છેલ્લા અમુક ત્રિમાસિકની રેન્જ 12-16% છે.