બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 08:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

એચયુએલ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે એચયુએલ પર લક્ષ્યાંક રૂપિયા 2100 પ્રતિશેર પર રાખ્યો. ક્વાર્ટર 4માં વોલ્યુમ ગ્રોથ નિયંત્રણમાં દેખાય છે. ગ્રામિણ ગ્રોથ શહેરી ગ્રોથ કરતા સારો છે. ક્વાર્ટર 4માં વોલ્યુમ ગ્રોથ 7.5% વધવાની આશા છે. ક્વાર્ટર 4માં વેચાણ 11% વધવાની આશા છે. ક્વાર્ટર 4માં એબિટડા 15% વધવાની આશા. ક્વાર્ટર 4 માં નફો 16% વધવાની આશા છે.

એચયુએલ પર સીએલએસએ -
સીએલએસએએ એચયુએલ પર લક્ષ્યાંક 2,010 પ્રતિશેર પર રાખ્યો. ઈનપુટ પ્રાઈઝ ટ્રેન્ડમાં વધારો થશે. પ્રિમિયમ વેલ્યુએશન સારુ રહેશે.

ટીટીકે પ્રેસ્ટીજ પર સીએલએસએ -
સીએલએસએ ટીટીકે પ્રેસ્ટીજ પર બાય રેટિંગ ઘટાડીને સેલનો કોલ આપ્યો. લક્ષ્યાંક રૂપિયા 9000 પ્રતિશેર પર રાખ્યો. વેલ્યુએશન સારા હોવાના કારણે ગ્રોથ સારો છે. શાર્પ સ્ટોક રન-અપ પર ડાઉનગ્રેડ કરો. 9MFY19માં આવક 15% વધી. નાણાકીય વર્ષ 12-18ના સીએજીઆરમાં 9%નો વધારો છે.