બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 16, 2021 પર 09:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ઇન્ડસઇન્ડ બેન્ક પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ઇન્ડસઇન્ડ બેન્ક પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹1225 ના આપ્યા. રિકવરી યથાવત્ રહેવાની મેનેજમેન્ટની આશા છે. માર્જિન આશા મુજબ રહેવાની બેન્કની આશા છે.

એવેન્યુ સુપરમાર્ટ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલી એ એવેન્યુ સુપરમાર્ટ પર ઓવરવેઈટથી રેટિંગ ઘટાડી ઈક્વલ વેઈટ કર્યું. તેના પર લક્ષ્ય ₹3275 ના આપ્યા. લાંબાગાળે હજુ પણ સારા પ્રદર્શનની આશા છે. થોડો સમય સ્ટોક સાઈડલાઈન થઈ શકે છે.

જીએસકે ફાર્મા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ જીએસકે ફાર્મા પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹1336 આપ્યો છે. ભારતમાં સ્થિર ગ્રોથ રહેવાની આશા છે. હાલના સ્તરે વેલ્યુએશન મોંઘા થયા.

બેન્ક પર સીએલએસએ -
સીએલએસએ એ એક્સિસ બેન્ક પર અપેક્ષાથી ROE 2.5% ઓછા છે. આઈસીઆઈસીઆઈ બેન્ક અપેક્ષાથી ROE 2% ઓછા રાખ્યા છે. એસબીઆઈ એ અપેક્ષાથી ROE 3% ઓછા છે. કંસોલિડેશનમાં ખરીદવાની સારી તક છે. એક્સિસ, ICICI બેન્ક અને SBI ટોપ પિક છે.

કોલ ઈન્ડિયા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે કોલ ઈન્ડિયા પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹195 ના આપ્યા છે. FY22 રિસિવેબલ્સમાં ઘટાડો આવી શકે. ડિવિડંડ યીલ્ડ સ્વસ્થ રહેવાની આશા છે. વોલ્યુમ અનુમાનથી વધતા EPS વધાર્યા.

એલએન્ડટી ફાઈનાન્સ પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે એલએન્ડટી ફાઈનાન્સ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય ₹76થી વધારીને ₹122 કર્યા. નાણાકીય વર્ષ 22માં ROE બમણા થવાની તૈયારી છે. નાણાકીય વર્ષ 22-23 અનુમાન 23-31% પર રાખ્યા.