બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 07, 2021 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ઈન્ડિયન હોટલ્સ પર એચએસબીસી -
એચએસબીસીએ ઈન્ડિયન હોટલ્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય 160 રાખ્યો છે. કોરોના વધવાથી માગમાં નરમાશ વધશે. જો કે, ખર્ચમાં ઘટાડો, આવકના અન્ય સ્ત્રોત વધવાથી માર્જિનને સપોર્ટ મળશે. આ સમય ઊપરી સ્તરોથી શેરમાં ભારી વેચવાલી જોવામાં આવી રહી છે પરંતુ વેલ્યૂએશન સારા છે.

મારૂતિ પર એચએસબીસી -
એચએસબીસીએ મારૂતિ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય 8400 રાખ્યો છે. તેમનું કહેવુ છે કે આ સ્ટૉકે FY21 માં ઘટતા માર્કેટ શેરને સંભાળ્યા છે. તેની FY22 માટે માંગ સારી દેખાય રહી છે. ત્યારે FY22 માં નવા લૉન્ચથી માર્જિનમાં સુધારાનું અનુમાન છે. જો કે ચોથા ક્વાર્ટરમાં માર્જિન નબળા રહેવાનું અનુમાન છે.

અદાણી પોર્ટ્સ પર સીટી -
સીટીએ અદાણી પોર્ટ્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય 935 રાખ્યો છે. તેમનું કહેવુ છે કે ચોથા ક્વાર્ટરમાં મજબૂત વૉલ્યુમ ગ્રોથ દેખાય શકે છે. આ સ્ટૉક સીટીની ટૉપ પિકમાં સામેલ છે. જો કે વૈલ્યૂએશન સરેરાશના મુજબ છે.

ડૉ.રેડ્ડીઝ પર સીએલએસએ -
સીએલએસએ એ ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્ય 5830 નો રાખ્યો છે. તેમનું કહેવુ છે કે તેના પર 25 ટકા માર્જિન ચાલુ રહેવાનું અનુમાન છે. જ્યારે ભારતીય, RoW, માં સારા ગ્રોથનું અનુમાન પણ છે. તેની સાથે જ API, અમેરિકી માર્જિનની સ્થિતિ પર નજર રહેશે. જ્યારે અમેરિકી પાઈપલાઈન સારા રહેવાનું અનુમાન છે.