Infosys ના પરિણામ સારા રહ્યા, જાણો આ સ્ટૉક પર બ્રોકરેજ ફર્મની સલાહ - infosys results good know brokerage firm is advice on this stock | Moneycontrol Gujarati
Get App

Infosys ના પરિણામ સારા રહ્યા, જાણો આ સ્ટૉક પર બ્રોકરેજ ફર્મની સલાહ

સીએલએસએ એ ઈન્ફોસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1800 રૂપિયા નક્કી કર્યુ છે.

અપડેટેડ 04:01:19 PM Jan 13, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 9.4 ટકા વધીને 6,586 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 4.9 ટકા વધીને 38,318 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 2.3 ટકા વધીને 4,659 કરોડ ડૉલર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ઈન્ફોસિસના એબિટડા 7,873 રૂપિયાથી વધીને 8,242 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 21.5 ટકા યથાવત છે.

    CLSA ON Infosys -

    સીએલએસએ એ ઈન્ફોસિસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1800 રૂપિયા નક્કી કર્યુ છે. તેમનું કહેવુ છે કે કંપનીના ત્રીજા ક્વાર્ટરમાં રેવેન્યૂ ગ્રોથ અનુમાનથી વધારે રહી. કંપની દ્વારા આ દરમ્યાન સારી વધારે મોટી ડીલ્સ કરવામાં આવી છે. તેમણે FY24/FY25 માટે EPS અનુમાનમાં મોટી રીતે કોઈ બદલાવ નથી કર્યો. આ સેક્ટરમાં સીએલએસની આ પ્રિફર્ડ પિક છે.

    CITI ON Infosys -

    સિટીએ ઈન્ફોસિસ પર સલાહ આપતા કહ્યુ છે કે કંપનીના એબિટ અનુમાનના મુજબ રહ્યા છે. તેના રેવેન્યૂ અનુમાનથી વધારે રહ્યા છે. મેનેજમેન્ટ કંપનીના મીડયમ ટર્મ આઉટલુક પર કૉન્ફિડેંટ જોવામાં આવ્યા. તેમણે આ શેર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેની ટાર્ગેટ પ્રાઈઝ 1665 રૂપિયા નક્કી કરી છે. તેમણે તેના FY24/25 માટે EPS અનુમાન 1% ઘટાડ્યો છે.

    Bernstein ON Infosys -

    બર્નસ્ટીનએ ઈંફોસિસ પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 1810 રૂપિયા નક્કી કર્યા છે. તેનું કહેવુ છે કે કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત પરિણામ રજુ કર્યા છે. તેના રેવેન્યૂ અનુમાનથી વધારે રહ્યા. તેની ઑર્ડર બુક મજબૂત રહી જ્યારે FY23 માટે Guidance વધાર્યા છે. પોતાના સમકક્ષ કંપનીઓના મુકાબલે તેના વધારે માર્કેટ શેર હાસિલ કર્યા છે.

    JPMorgan ON Infosys -

    જેપી મૉર્ગને ઈન્ફોસિસ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1700 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કેહવુ છે કે FY24 માં વર્ષના આધાર પર 6-8% CC ગ્રોથની ઉમ્મીદ છે.

    MS ON Infosys -

    મોર્ગન સ્ટેનલીએ ઈંફોસિસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1670 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તેની માર્જિન ઉમ્મીદથી ઓછી રહી. તેની રિકવરી તેના સમકક્ષોની નબળાઈ રહી છે. કંપનીના મેનેજમેન્ટની કમેંટ્રી પર મિશ્ર નજર જોવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 13, 2023 10:09 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.