TCS Share: TCSના શેરમાં 3%નો ઘટાડો, જાણો બ્રોકરેજ કંપનીઓની સલાહ - tcs share tcs shares fall by 3 know the advice of brokerage firms | Moneycontrol Gujarati
Get App

TCS Share: TCSના શેરમાં 3%નો ઘટાડો, જાણો બ્રોકરેજ કંપનીઓની સલાહ

TCS Share Price: ટીસીએસના નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નફો 10.98 ટકા વધીને 10,846 કરોડ રૂપિયા થઈ ગયો છે.

અપડેટેડ 06:39:01 PM Jan 10, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    TCS Share Price: ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર થવાના એક દિવસ બાદ ટાટા કંસલ્ટેન્સી સર્વિસેઝ (Tata Consultancy Services)ના શેર મંગળવાર, 10 જાન્યુઆરીએ બીએસઈ પર શરૂઆતી કારોબારમાં લગભગ 3 ટકા નબળો થઈને 3,235.55 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. જો કે, ટીસીએસના નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નફો 10.98 ટકા વધીને 10,846 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક 19.11 ટકા વધીને અનુમાનથી વધારે 58,229 કરોડ રૂપિયા રહી, જ્યારે ગત વર્ષ સમાન ક્વાર્ટરમાં આ 48,885 કરોડ રૂપિયા રહી હતી. સવાર 10.30 વાગ્યા ટીસીએસના શેર બીએસઈ પર 2.37 ટકા નભળા થઈને 3,240 રૂપિયાના આસપાસ બની રહ્યું છે.

    હવે TCSના પરિણામ બાદ જાણો શું છે તેના શેર પર બ્રોકરેજની સલાહ:

    Bernstein

    બ્રોકરેજ હાઉસએ 3,840 રૂપિયા પ્રતિ શેરના ટારગેટની સાથે સ્ટૉક માટે "આઉટપરફૉર્મ" રેટિંગ આપી છે. સીએનબીસી-ટીવી 18 ના અનુસાર, બ્રોકિંગ હાઉસવા શેર પર વલણ પૉઝિટિવ બન્યો છે અને તેના ફુલ સર્વિસ કંપનીના માર્કેટ શેર વધવાની આશા છે.

    સિટી


    Citi: રિસર્ટ કંપનીએ 2990 રૂપિયા પ્રતિ શેરના ટારગેટની સાથે શેર પર "સેલ"ની રેટિંગ યથાવત રાખી છે. સીએનબીસી ટીવી 18 ના અનુસાર, સિટીને લાગે છે કે કૉસ્ટ કંટ્રોલના વાતાવરણને જોતા કંપની રક્ષાત્મક થઈ શકે છે.

    JP Morgan

    જેપી મૉર્ગનએ 3,000 રૂપિયા પ્રતિ શરેના ટારગેટની સાથે સ્ટૉક પર "અંડરવેટ" રેટિંગ યથાવત રાખી છે. સ્ટૉક એક વર્ષ આગળના પીઈની સરખામણીમાં 26 ગુણા પર કારોબાર કરી રહી છે, જો કોવિડથી પહેલાની સરખામણીમાં 30 ટકા પ્રીમિયમ પર છે.

    Nomura

    બ્રોકરેજ હાઉસ નોમુરાએ પરિણામ બાદ ટીસીએસના શેર પર 2850 રૂપિયાના ટારગેટની સાથે "રિડ્યૂસ" ની રેટિંગ આપી છે. બ્રોકિંગ ફર્મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં વિજિબિલિટી ઓછી રહેશે. માર્જિનમાં સુધાર બન્યો છે અને સપ્લાઈ સાઈડમાં સુધારથી માર્જિન વધ્યો છે.

    Marogan Stanley

    રિસર્ચ હાઉસએ 3350 રૂપિયા પ્રતિ શેરના ટારગેટની સાથે "ઇક્વલ વેટ" રેટિંગ આપી છે. રેવેન્યૂ સારા રહ્યા, પરંતુ બુક ટૂ બિલ રેશ્યો નબળા રહ્યા છે. નૉર્થ અમેરિકા પર સારી કમેન્ટ્રી પૉઝિટિવ છે, પરંતુ યુરોપનો આઉટલુક નબળો બન્યો છે. જો કે ચોથા ક્વાર્ટરમાં માટે સારો આઉટલુક છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 10, 2023 11:21 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.