સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
સ્ટાર હેલ્થ પર UBS
યુબીએસએ સ્ટાર હેલ્થ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹660થી ઘટાડીને ₹525 પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે કંપની પાસે લિમિટેડ રિ-રેટિંગ લિવર્સ છે. મિડિયમ ટર્મમાં પ્રીમિયમ ગ્રોથ 20% રહેવાની અપેક્ષા છે. રિટેલ અને ગ્રુપ પોર્ટફોલિયો બંનેમાં સમાન ગ્રોથ રહેવાની અપેક્ષા છે. આગળ કહ્યુ કે વોલ્યુમ ગ્રોથ 9-10% રહેવાનો અંદાજ છે. રેશિયો ગાઈડન્સ 93-95% પર યથાવત્ રહ્યો છે.
Jefferies On Cement
જેફરીઝે સિમેન્ટ પર ભારતભર પર MoM ધોરણે સરેરાશ કિંમત મોટા પ્રમાણમાં ફ્લેટ રહી છે. નોર્થમાં સિમેન્ટના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પણ ઈસ્ટ અને વેસ્ટમાં સિમેન્ટની કિંમત ઘટી હતી. સેન્ટલ અને સાઉથમાં સિમેન્ટની કિંમત સ્ટેબલ હતી. માર્ચમાં હાઇકનાં કોઇ મોટા સંકેતો નથી, ઇન્ફ્રામાં મજબૂત માંગ છે. FY24 માટે સારા પરિણામની અપેક્ષા છે. ફ્યુલ પ્રાઈસમા ઘટાડો નહીં આવે તો તેની સપ્લાઈ પર પડશે.
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
JPMorgan On Axis Bank
જેપી મૉર્ગને એક્સિસ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિ નક્કી કર્યા છે.
Jefferies On Axis Bank
જેફરીઝે એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે AUM ગ્રોથ 33%,CASA 8% ને લોન ગ્રોથ 4% રહ્યો.
CLSA On Axis Bank
સીએલએસએ એ એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1250 પ્રતિ શેરના નક્કી કર્યા છે. કાર્ડ્સ અને ડિપોઝિટ માટે બિઝનેસમાં એટ્રિશન 5-20% ની વચ્ચે રહ્યું. કોમેન્ટરીમાં ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખવાની વાત કરી છે.
Jefferies On L&T
જેફરીઝે એલએન્ડટી પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹2660 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ઓર્ડર ફ્લો યથાવત્ રહ્યો છે. ભારત અને મિડલ ઈસ્ટ માટે ક્રૂડના ભાવ અનુકૂળ રહ્યા. Q4માં તેજીની અપેક્ષા છે. હૈદરાબાદ મેટ્રોને માર્જિન પર વેલ્યુ-એક્રેટીવ બનાવવું કંપની માટે પોઝિટીવ રહેશે.
Nomura On L&T Tech
નોમુરાએ એલએન્ડટી ટેક પર રેટિંગ રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3050 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ER&D પર ખર્ચ વધી રહ્યો છે. FY22-25 માટે CAGR 15.2% રહેવનો અંદાજ છે.
MS On MCX
મોર્ગન સ્ટેનલીએ એમસીએક્સ પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર ₹1125 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ફેબ્રુઆરીમાં ઓપ્શનમાં હાઈ વોલ્યુમને કારણે ADTV 12% વધ્યું. મહિના દરમિયાન સ્ટોક 7.4% નીચે હતો, જ્યારે સેન્સેક્સ 1% નીચે હતો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)