બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2017 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


આઈટી પર ફિલિપ કેપિટલ -
ફિલિપ કેપિટલે આઈટી પર આઈટી કંપનીઓ તરફથી ક્વાર્ટક 2માં ફરી મિશ્ર આંકડા રજૂ થઈ શકે. એચસીએલ ટેક અને ઇન્ફોસિસના માર્જિન ઘટી શકે, પગારવધારાની અસર દેખાય. ડૉલરમાં ઘટાડાની પોઝિટિવ અસર હશે. લાર્જકેપ આઈટી કંપની 2%થી ઓછી ગ્રોથમાં રહેશે.

કંઝ્યુમર સ્ટેપલ પર જેફરીઝ -
જેફરીઝે કંઝ્યુમર સ્ટેપલ પર નાણાકીય વર્ષ 17-20 વચ્ચે વોલ્યુમ અને સેલ્સમાં સતત સુધારો દેખાશે. જો કે માર્જિનમાં સુધારાની સંભાવના ઓછી દેખાય છે. વેલ્યુએશન જોકે ચિંતા છે.

વિન્ડ ટૅરિફ પર સીએલએસએ -
સીએલએસએ એ વિન્ડ ટૅરિફ પર ટૅરિફ આધારિત બોલી લગાવવાના નિર્ણયથી મોટા ફેરફાર આવી શકે. ભાવઘટાડા અને નીચા રિટર્ન માટે કંપનીઓએ તૈયાર રહેવું પડશે. આઇનૉક્સ વિન્ડ અને સુઝલોને ઓર્ડર્સ રદ કરવા પડી રહ્યા છે, નેગેટિવ અસર.

જુબિલન્ટ ફૂડ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડ પર ઇક્વલવેટથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 900 થી વધારી રૂપિયા 1780 કર્યું. ડિમાન્ડ ટ્રેન્ડ સુધરતાં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં પણ ઉછાળો જોવા મળી શકે. ખર્ચ પર નિયંત્રણ, ડિમાન્ડ સુધારાથી પરિણામોમાં જોરદાર વૃદ્ધિ દેખાઈ શકે. નાણાકીય વર્ષ 18થી 20 માટે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ અનુક્રમે 8%,10% અને 12% રહી શકે. નાણાકીય વર્ષ 17-20 માટે ઈપીએસ અનુમાન પ્રતિવર્ષ 60% વૃદ્ધિનું છે.

એચયુએલ પર જેફરીઝ -
જેફરીઝે એચયુએલ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1320 રાખ્યો છે. વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. વોલ્યુમ સુધરતાં માર્જિન પણ વધશે.

બીએએસએફ ઇન્ડિયા પર એમ્કે -
એમ્કેએ બીએએસએફ ઇન્ડિયા પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજ શરૂ. લક્ષ્યાંક રૂપિયા 2212 રાખ્યો છે. કેપેક્સને લીધે હવે આયાત પર નિર્ભરતા ઘટતી જોવા મળશે. નફા અને રિટર્ન રેશ્યોમાં જોરદાર પરફોર્મન્સ દેખાશે. નવા લૉન્ચને લીધે ગ્રોથ સુધરશે. નાણાકીય વર્ષ 17-20 વચ્ચે આવક અને એબિટડા પ્રતિવર્ષ 14% અને 39% દરે વધશે.

શિલ્પા મેડિકેર પર મોતીલાલ ઓસવાલ -
મોતીલાલ ઓસવાલે શિલ્પા મેડિકેર પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 805 રાખ્યો છે. નવી દવાના ફાઇલિંગ પર કંપનીની સારી વૃદ્ધિ દેખાય છે. યુએસમાં વેચાણ ઘણું સુધરી શકે છે. યુએસથી આવક રૂપિયા 400 કરોડ સુધી પહોંચશે.