બજાર » સમાચાર » બ્રોકર રિપોર્ટ - સ્ટૉક્સ

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


ભારતી એરટેલ પર સીએલએસએ -
સીએલએસએએ ભારતી એરટેલ પર અન્ડરપર્ફોમની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 430 રાખ્યો છે. ટાટા ડીલથી સ્ટૉકમાં વેલ્યુનો ઉમેરો થતો જોવા મળશે. ટાટા સાથેના મર્જરથી નવા સ્પેક્ટ્રમ અને માર્કેટ શૅરમાં વધારો થઈ શકે. ટાટા ટેલી ડીલથી રૂપિયા 7400-11,700 કરોડની વેલ્યુ કંપનીમાં ઉમેરાઈ શકે એમ છે.

ભારતી એરટેલ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ભારતી એરટેલ પર અંડરપરફોર્મરથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 થી વધારી રૂપિયા 400 રાખ્યા છે. ટાટા સાથે ખૂબ સારી ડીલ ગણી શકાય. જીયોની પોઝિશન સામે લડતની કોશિશ. ખર્ચ અને ક્ષમતા બન્નેમાં પોઝિશન સુધરી શકે છે.

ભારતી એરટેલ પર યુબીએસ -
યુબીએસે ભારતી એરટેલ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 495 રાખ્યો છે. ટાટા ટેલી ડીલ શરૂઆતથી જ એબિટડા ધોરણે લાભ અપાવશે. સ્પેક્ટ્રમ નીચી કિંમતે મળી શકે. લાંબાગાળે કંપનીને ઘણો લાભ થશે.

ટીસીએસ પર સીએલએસએ -
સીએલએસએએ ટીસીએસ પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 2880 થી વધારી રૂપિયા 2970 રાખ્યો છે. ક્વાર્ટર 2 મિશ્ર પરિણામ, સતત ત્રીજા ત્રિમાસિકમાં આવક ગ્રોથ નરમ છે. માર્જિન રિકવરી મોટી પોઝિટિવ સરપ્રાઇઝ અનુમાનમાં 2-4%નો વધારો કર્યો છે. ક્વાર્ટર 4થી ગ્રોથ રિકવરી થઈ શકે છે.

ટીસીએસ પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ ટીસીએસ પર નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યા છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 2224 થી વધારી રૂપિયા 2375 રાખ્યો છે. રિટેલ અને બીએફએસઆઈ સેગ્મેન્ટમાં સુધારાની અપેક્ષા રાખી છે.

ટીસીએસ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ટીસીએસ પર નેચરલની સાથે રેટિંગ યથાવત રાખ્યું છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 2250 થી વધારી રૂપિયા 2350 રાખ્યા છે. ડિજીટાઇઝેશન તરફ કંપનીનું ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. યુએસ કારોબાર, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિટેલ કારોબાર નરમ રહ્યો છે.

ટીસીએસ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર અન્ડરવેઇટની સાથે રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 2100 થી વધારી રૂપિયા 2250 રાખ્યો છે. પરિણામ આવકની દ્રષ્ટિએ નરમ માર્જિનમાં આઉટપરફોર્મન્સ થયું છે. નાણાકીય વર્ષ 18-19-20 માટે ઈપીએસ અનુમાન 1.5-2.1-1.5%નો વધારો કર્યો છે.

ઇન્ડસઇન્ડ બેન્ક પર સીએલએસએ -
સીએલએસએએ ઇન્ડસઇન્ડ બેન્ક પર ખરીદારીની સાથે રેટિંગ યથાવત છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 2060 રાખ્યા છે. નાણાકીય વર્ષ 17-20 વચ્ચે નફામાં પ્રતિવર્ષ 25%ના દરે વૃદ્ધિ દેખાઈ શકે છે. બેન્કની ક્ષમતા ખૂબ જ સારી નવા એનપીએનું પ્રમાણ હજી ઊંચું છે.

ઇન્ડસઇન્ડ બેન્ક પર યુબીએસ -
યુબીએસે ઇન્ડસઇન્ડ બેન્ક પર નેચરલની સાથે રેટિંગ યથાવત છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1800 રાખ્યો છે. ક્વાર્ટર 2 પરિણામ અનુમાનથી થોડા સારા છે. ઓપરેટિંગ કારોબાર ઘણો સારો રહ્યો છે. નાણાકીય વર્ષ 17-20 વચ્ચે પ્રતિવર્ષ 25%ની ગ્રોથ જોવા મળે છે.