Infosys પર જેફરીઝ અને મોર્ગન સ્ટેનલી થયા ફિદા, જાણો શું છે ટ્રાર્ગેટ પ્રાઈઝ
Infosys share price: ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2023ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વધુ કંપનીઓ ક્લાઉડ અને જનરેટિવ AI પર ખર્ચ વધારશે, જે IT સેવાઓની માંગને વેગ આપશે. આ સિવાય સાયબર સિક્યોરિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને ઇમર્સિવ ટેક્નોલોજી પર કંપનીઓનો ખર્ચ પણ વધતો જોવા મળશે. આને સમજીને, ઇન્ફોસિસે તેના ડિજિટલ બિઝનેસના વિસ્તરણમાં ભારે રોકાણ કર્યું છે. જેફરીઝના મતે કંપનીને આનાથી સારો ફાયદો થશે.
Infosys share price: આઈટી સર્વિસિસ કંપની ઇન્ફોસિસ (Infosys) માટે માર્ચ ક્વાર્ટરના નબળા પરિણામો છતાં, વિદેશી બ્રોકિંગ કંપનીઓ મોર્ગન સ્ટેનલી અને જેફરીઝ શેરની ગ્રોથની સંભાવનાઓ પર તેજી ધરાવે છે. આ આશાવાદ કંપનીના નાણાકીય વર્ષ 2023 ના વાર્ષિક રિપોર્ટથી ઉભો થયો છે. આ રિપોર્ટમાં, કંપનીએ કહ્યું છે કે તે અપેક્ષા રાખે છે કે ડિજિટાઈઝેશન પર વધતા ફોકસને કારણે વિશ્વભરની કંપનીઓ લાંબા ગાળામાં તેમના આઈટી ખર્ચમાં વધારો કરશે. જોકે, ખર્ચ ઘટાડવાના પ્રયાસોથી ટૂંકા ગાળામાં આઈટી ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે.
મોર્ગન સ્ટેન્લી 1,475 રૂપિયાના લક્ષ્ય ભાવ સાથે ઇન્ફોસિસ પર ઓવરવેઇટ રેટિંગ આપ્યા છે. જ્યારે જેફરીઝે 1,570 રૂપિયાના ટાર્ગેટ ભાવ સાથે શેર પર બાય રેટિંગ આપ્યા છે.
ઇન્ફોસિસ નાણાકીય વર્ષ 2023 વાર્ષિક રિપોર્ટ
ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2023ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વધુ કંપનીઓ ક્લાઉડ અને જનરેટિવ AI પર ખર્ચ વધારશે, જે IT સેવાઓની માંગને વેગ આપશે. આ સિવાય સાયબર સિક્યોરિટી, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) અને ઇમર્સિવ ટેક્નોલોજી પર કંપનીઓનો ખર્ચ પણ વધતો જોવા મળશે. આને સમજીને, ઇન્ફોસિસે તેના ડિજિટલ બિઝનેસના વિસ્તરણમાં ભારે રોકાણ કર્યું છે. જેફરીઝના મતે કંપનીને આનાથી સારો ફાયદો થશે.
કંપનીનો કર્મચારી આધાર વર્ષ-દર-વર્ષ સ્થિર રહ્યો છે. તેનું મુખ્ય કારણ ફ્રેશર હાયરિંગ રેટ છે. જો કે, મિડ-લેવલના કર્મચારીઓમાં ઊંચો એટ્રિશન રેટ કંપનીના માર્જિન પર અસર કરે છે. આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે.
FY23 માં કંપનીના રિટર્ન ઑન ઈક્વિટી 300 બેસિસ પોઇન્ટનો વધારો
કંપનીની નાણાકીય કામગીરીને જોતાં, જેફરીઝ કહે છે કે FY23 માં કંપનીનું ઇક્વિટી પરનું વળતર 300 બેસિસ પોઇન્ટ એટલે કે 3 ટકાના વધારા સાથે 32 ટકા રહ્યું હતું. ઉચ્ચ એસેટ ટર્નઓવર અને ઓછી બેલેન્સ શીટ રોકડએ આમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કંપનીનું ફ્રી કેશ ફ્લો કન્વર્ઝન વર્ષ-દર-વર્ષે બગડ્યું છે પરંતુ હવે તે કોવિડ પહેલાના સ્તરે પાછું આવી ગયું છે.
કેવુ રહ્યુ પ્રદર્શન
નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં, ઇન્ફોસિસનો એકીકૃત નફો 7.8 ટકાના વધારા સાથે 6128 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે આવક 16 ટકા વધીને 37441 કરોડ રૂપિયા થઈ છે. બંને આંકડા અપેક્ષા કરતા નબળા હતા.
સ્ટૉકને બ્રોકરેજીસની તરફથી 29 "buy" કૉલ
કંપનીએ તેના માર્ગદર્શનમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવકમાં 4-7 ટકાનો વધારો જોવા મળી શકે છે. તે જ સમયે, બજારનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન કંપનીની સતત ચલણ વૃદ્ધિ 6-8 ટકા રહી શકે છે. સ્ટોકને બ્રોકરેજ તરફથી 29 “buy” કૉલ, 9 “hold” કૉલ અને 9 “sell” કૉલ મળ્યા છે. હાલમાં, લગભગ 1.30 વાગ્યાની આસપાસ, એનએસઈ પર આ શેર 10.10 રૂપિયા એટલે કે 0.79 ટકાના વધારા સાથે 1289.05 રૂપિયા પર જોવા મળી રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.