આજે બજારમાં પ્રાઈવેટ સેક્ટરના દિગ્ગજ બેન્ક ઈન્ડસઈન્ડ બેન્ક (Indusind Bank) ના સ્ટૉક ફોક્સમાં રહેશે. ઈંડસઈંડ બેન્કે સુમંત કઠપાલિયાને ફરીથી MD&CEO બનાવાનો નિર્ણય લીધો છે. હવે બોર્ડે નિયુક્તિ માટે શેરહોલ્ડર્સની મંજૂરી માંગી છે. જ્યારે બેન્કના ક્વાર્ટર પરિણામની વાત કરીએ તો Q4 માં સ્લિપેજિસ અનુમાનથી વધારે રહ્યા. ક્વાર્ટરના આધાર પર Q4 માં પ્રોવિઝનિંગ 1,064.7 કરોડ રૂપિયાથી ઘટીને 1,030.1 કરોડ રૂપિયા રહી. જ્યારે ગ્રૉસ NPA 2.06% થી ઘટીને 1.98% રહ્યા. જ્યારે નેટ NPA 0.62% થી ઘટીને 0.59% રહ્યા. જાણો આ પરિણામોની બાદ સ્ટૉક પર બ્રોકરેજિસની શું છે સલાહ -
આજે સવારે 10:33 વાગ્યે INDUSIND BANK ના સ્ટૉક એનએસઈ પર 1.57 ટકા એટલે કે 17.40 રૂપિયા ઊપર 1119.40 પર ટ્રેડ કરતા દેખાય રહ્યા છે.
CLSA એ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટીંગ આપ્યા છે.તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PPoP અને નફા માટે Q4 મોટેભાગે ઇન-લાઈન રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે NIM ફ્લેટ રહ્યા. રિટેલ યીલ્ડ વધવા સાથે, માર્જિન પ્રેશર મેનેજ થઈ શકશે. CV બૂકમાં રિકવરીના કારણે ગ્રોથ જોવા મળી શકે.
MS On IndusInd Bank
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,525 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે કોર PPoP 20% વધ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટર ધોરણે ક્રેડિટ કોસ્ટ 146 bps રહ્યો. ગ્રોસ સ્લિપેજીસ થોડા નેગેટીવ છે.
Jefferies On IndusInd Bank
જેફરીઝે ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં નફો અનુમાન કરતા વધુ રહ્યો. લોનમાં વધારો અને NII ગ્રોથ જોવા મળી શકે. FY23-26 સુધી નફો 21% વધવાનો અંદાજ છે.
InCred On IndusInd Bank
InCred એ ઈન્ડસઈન્ડ બેન્ક પર Add ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રેડિટ કોસ્ટમાં ઘટાડાથી માર્જિન ફ્લેટ રહ્યા. ટૂંકાગાળે માર્જિન પર દબાણ રહેશે. ઓપેક્સમાં વધારો જોવા મળી શકે. યીલ્ડમાં વધારો અને MFI બૂકના કારણે યીલ્ડને સપોર્ટ મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.