TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું, જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ - TCS MD & CEO Rajesh Gopinathan resigns, know what brokerage houses advise | Moneycontrol Gujarati
Get App

TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું, જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ

TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું. ગોપીનાથનનું રાજીનામું 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે. K કૃતિવાસનની TCSના નવા CEO તરીકે નિમણૂક થઈ. K કૃતિવાસનએ CEO પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

અપડેટેડ 09:07:43 AM Mar 17, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું. ગોપીનાથનનું રાજીનામું 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે. K કૃતિવાસનની TCSના નવા CEO તરીકે નિમણૂક થઈ. K કૃતિવાસનએ CEO પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

    N ચંદ્રશેખરનએ કહ્યું રાજેશે ગોપીનાથને છેલ્લા 6 વર્ષમાં મજબૂત લિડરશીપ આપી. ગોપીનાથને TCSના ગ્રોથના આગામી ફેઝ માટે મજબૂત પાયો નાખ્યો છે.

    રાજેશ ગોપીનાથને કહ્યું છેલ્લા 6 વર્ષ શ્રેષ્ઠ અને સૌથી વધુ પરિપૂર્ણ રહ્યા છે. હું આગળ શું કરીશ તે વિશે વિચારી રહ્યો છું. TCSના ચેરમેન સાથે મોટી ચર્ચા બાદ પદ છોડવાનો નિર્ણય કર્યો. આગામી સમયમાં K કૃતિવાસન સાથે મળીને કામ કરશે. તેમને જરૂરી તમામ મદદ આપીશ.


    Brokerage On TCS -

    Bernstein On TCS -

    Bernstein એ TCS પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3,840 પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પડકાર ભરી મેક્રો પરિસ્થિતીમાં લિડશીપમાં ફેરફાર અનપેક્ષિત છે. CEO બદલાતા સ્ટોકમાં વોલેટાલિટી જોવા મળી શકે છે.

    Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

    CLSA On TCS -

    સીએલએસએ એ ટીસીએસ પર આઉટપરફોર્મિંગના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3550 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટમાં પરિવર્તનની પર કોઈ અસર નહીં રહે. કંપનીનો સ્થિર બિઝનેસ મદદરૂપ થશે. લોન્ગ ટર્મ ઇન્વેસ્ટર માટે સફળતા પર ફોકસ રહેશે.

    MS On TCS -

    મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર ઈક્વલવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹3,350 પ્રતિશેર પર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે મેનેજમેન્ટમાં ફેરફાર આશ્ચર્ય જનક છે. આવનાર મહિનામાં સ્ટોક અન્ડર પર્ફોમ કરતો દેખાઈ શકે છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    Tags: #TCS

    First Published: Mar 17, 2023 9:07 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.