યૂબીએસે વોલ્ટાસ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 885 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
અદાણી પોર્ટ પર CLSA
સીએલએસએ એ અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 878 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અદાણી પોર્ટના ઈઝરાયેલ કંપની હાફિયા પોર્ટમાં મોટા રોકાણ છે. ઈઝરાયેલ પર થયેલા હુમલાથી 5% ઘટડો નોંધાયો. હાઇફા પોર્ટ કંપનીના H1FY24 વોલ્યુમમાં 3% યોગદાન રહ્યુ છે. લાંબાગાળાના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અપસાઇડ સાથે કર્મચારીઓના ખર્ચમાં ઘટાડો થયો. યુદ્ધનો ભય વધુ સારી ખરીદીની તક છે.
ટાટા મોટર્સ પર CLSA
સીએલએસએ એ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 777 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JLR વોલ્યુમ મજબૂત યથાવત્ છે. સ્થાનિક PV વ્હીકલ બિઝનેસના FY25માં માર્કેટ શેર વધવાની અપેક્ષા છે. CV બિઝનેસના EBITDA માર્જિન ડબલ ડિજિટ પર રહેવાની અપેક્ષા છે.
GSPL પર HSBC
એચબીસીએ જીએસપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 328 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ ગેસ વપરાશથી લાંબાગાળા માટે કંપનીને ફાયદો થશે. પાવર સેક્ટરમાં નજીકના ગાળામાં ગ્રોથ વધી શકે છે. વોલ્યુમમાં રિકવરીની અપેક્ષા વધી છે. Q2 માં વોલ્યુમ ગ્રોથ 30 mmscmd વધવાની અપેક્ષા છે.
ટાઈટન પર HSBC
એચએસબીસીએ ટાઈટન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધારે Q2FY24 જ્વેલરી સેલ્સ 19% વધ્યુ. Watches અને Wearables બિઝનેસનું પ્રદર્શન મજબૂત રહ્યુ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)