Today's Broker's Top Picks: બેન્ક, આઈટી, OMCs, શ્રીરામ ફાઈનાન્સ, ઈમામી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ છે બ્રોકરેજ રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: બેન્ક, આઈટી, OMCs, શ્રીરામ ફાઈનાન્સ, ઈમામી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ છે બ્રોકરેજ રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:01:15 AM Jun 22, 2023 પર
Story continues below Advertisement
ગોલ્ડમેન સૅક્સે ઈમામી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર નોમુરા

નોમુરાએ બેન્ક પર નાણાકીય વર્ષ 24-25 માં RoEs 17% રહેવાનો અંદાજ આપ્યો છે. પ્રાઈવેટ બેન્ક માટે લોન CAGR 18% રહેવાનો અંદાજ છે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ પીક છે. AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. રેટિંગ ઘટાડીને રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે.


IT પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ IT પર Q1 IT સેક્ટર માટે પડકારજનક છે. Q2 આઉટલુકમાં નરમાશ છે. વેલ્યુશન સુધરવાને કારણે મધ્યમ-ટર્મમાં પસંદીદા શેર્સમાં ગ્રોથ જોવા મળશે. નાણાકીય વર્ષ 24માં ટેક મહિન્દ્રા, TCS અને એમ્ફેસિસ પર રિસ્ક વ્યૂ વધુ છે. નાણાકીય વર્ષ 24માં HCL ટેક અને LIT માઈન્ડ્રી માટે રિસ્ક વ્યૂ ઓછો છે. સાયન્ટ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલ-વેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા નક્કી કર્યા છે. મિડકેપ્સ કરતાં લાર્જ કેપ્સનું પરફોર્મન્સ સારૂ રહેશે. ઈન્ફોસિસ, HCL ટેક અને LIT માઈન્ડ્રી ટોપ પીક છે.

OMCs પર CLSA

સીએલએસએ એ ઓએમસીએસ પર કંપનીનો નફો મજબૂત યથાવત્ રહેવાની અપેક્ષા છે. H2FY24 માં ફ્યુલ પ્રાઈસમાં મોટો ઘટાડો આવવાની અપેક્ષા છે. BPCL અને ઈન્ડિયન ઓઈલ ટોપ પીક છે.

શ્રીરામ ફાઈનાન્સ પર જેફરિઝ

જેફરિઝે શ્રીરામ ફાઈનાન્સ પર રેટિંગ એપગ્રેડ કરી ખરીદારીનું કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1445 રૂપિયા પ્રતિશેર થી વધારીને 2130 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 23-26માં CAGR 15% રહેવાની અપેક્ષા છે. CV આઉટલુક અને લોન ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24-26માં RoE 15% અને EPS CAGR 16% રહી શકે છે.

ઈમામી પર ગોલ્ડમેન સૅક્સ

ગોલ્ડમેન સૅક્સે ઈમામી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3560 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24માં એન્જિનિયરિંગ બિઝનેસમાં રિકવરી આવવાની અપેક્ષા છે. મેટલ બિઝનેસ ગ્રોથ 10% વધવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jun 22, 2023 10:01 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.