મૉર્ગન સ્ટેનલીએ SBI કાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1155 પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને સિમેન્ટ પર શ્રીસિમેન્ટ અને નુવોકો વિસ્ટા માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે આગળ કહ્યુ કે યુરોપમાં TTFના ભાવ વધવાથી લાંબા સમય સુધી ભાવ ઘટવાનું રિક્સ વધી શકે છે. કોલસા/પેટ કોકના ભાવમાં વધારો થવાની અપેક્ષા નથી. કોલસા/પેટ કોકની કિંમતો નીચલા સ્તર પર પહોંચી ગઈ છે.
રિયલ એસ્ટેટ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ રિયલ એસ્ટેટ પર પ્રોપર્ટીઝની ડિમાન્ડ વધી રહી છે. લિસ્ટેડ ડેવલપર્સ પાસે નવા પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે પાઈપલાઈનમાં કરી છે. લિસ્ટેડ ડેવલપર્સની એક્ઝેક્યુશન ક્ષમતા પણ વધી છે. બેલેન્સશીટ ધીરે-ધીરે સુધરી રહી છે. DLF, ફિનિક્સ મિલ અને શોભા માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે ઓબેરોય રિયલ્ટી, લોઢા અને ગોદરેજ પ્રોપર્ટીઝ માટે ઈક્વલ-વેટના રેટિંગ આપ્યા છે.
SBI કાર્ડ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ SBI કાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1155 પ્રતિશેર નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધારે મેમાં ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ 24% વધ્યો છે.
HCL ટેક પર મેક્વાયરી
મેક્વાયરીએ HCL ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માટે CC રેવેન્યુ ગાઈડન્સ 6-8% રહેવાનો અંદાજ છે. મેનેજમેન્ટની 5 વર્ષમાં માળખાકિય ગ્રોથ ડબલ ડિજીટમાં રહેવાની અપેક્ષા છે. ફાઈનાન્સ, લાઇફસાયન્સ અને હેલ્થકેર તરફથી નાણાકીય વર્ષ 24 માં ગ્રોથનું યોગદાન છે. EBIT માર્જિન 19-20% રેહવાની અપેક્ષા છે.
વોલ્ટાસ પર UBS
યુબીએસ પર વોલ્ટાસનું રેટિંગ ડાઉનગ્રેડ કરી ન્યૂટ્રલ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,200 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીની 840 રૂપિયા પ્રતિશેર કર્યો છે.
બજાજ ફાઈનાન્સ પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2W & 3W એક્સપોર્ટ બિઝનેસમાં નીચલા સ્તરેથી રિકવરી કરી છે. સ્થાનિક 2-વ્હીલર માગમાં રિકવરી, EV વોલ્યુમમાં ઉછાળો છે. માર્જિનમાં પણ સુધારો આવાવની અપેક્ષા છે. બજાજ ટ્રાયમ્ફ પ્રીમિયમ મોટરસાયકલ્સનું લોન્ચિંગથી કંપનીને ફાયદો છે.