બજાર » સમાચાર » રેલવે બજેટ

એલએન્ડટીના ગ્રુપ એ એમ નાઇકની બજેટથી આશા

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

એલએન્ડટીના ગ્રુપ ચેરમેન એ એમ નાઇકે અમારી સાથે બજેટની આશા અંગે ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે સરકાર પણ માને છે કે ઇન્ડસ્ટ્રીમાં સ્લો ડાઉન છે અને આ સ્લો ડાઉન ઘટાતા હજુ સમય લાગશે. સાથે જ તેમણે કહ્યું કે બધી ઇન્ડસ્ટ્રીઝનું ખાનગીકરણ કરવું જોઇએ.

સરકાર પણ માને છે કે ઇન્ડસ્ટ્રીમાં સ્લો ડાઉન છે. આવતા 18 મહિનામાં સ્લો ડાઉન ઘટડવાની જરૂર છે. વિકાસ માટે તેમજ ડિફેન્સ માટે પૂરતા નાણા નથી. અર્થતંત્રને આગળ વધાત અને સ્લો ડાઉન ઘટાતા હજુ સમય લાગશે.

મુખ્ય વાત એ છે કે આપણા પાસે પૂરતા સ્રોત નથી. જે મેન પાવર છે તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. ફુલ સ્કેલ રિફોર્મ્સ કરવાની જરૂર છે. બધી ઇન્ડસ્ટ્રીઝનું ખાનગીકરણ કરવું જોઇએ. સરકારે ખાનગી ક્ષેત્રને બદલે સેન્સિટિવ ક્ષેત્રોમાં કામ કરવું જોઇએ. ખાનગી ક્ષેત્રો કામ નથી કરી શકતા ત્યાં સરકારે કામ કરવું જોઇએ.

હાલ મોટાભાગના ખાનગી ક્ષેત્રોનું પ્રદર્શન સારું નથી. ખાનગી ક્ષેત્રે ઘણી સમસ્યાઓ છે. કોઇ પણ બેન્કો તેમને ફંડ આપવા તૈયાર નથી. જે ઇન્ડસ્ટ્રી કેપેક્સ કરતી હતી તેની સાઇકલ પૂરી થઇ. મેક ઇન ઇન્ડિયાને જોઇએ તેવી સફળતા મળી નથી. સરકારે ઘણી યોજનાઓ સાથે બહાર પાડી જેનું અમલીકરણ થયું નથી. આ યોજનાઓને સફળ બનાવવા માટે પૂરતી અને યોગ્ય ટીમ નથી.