બજાર » સમાચાર » રેલવે બજેટ

પાકનું એમએસપી વધારવાની ઘોષણા કરવામાં આવી: દિલીપ સંઘાણી

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં ખેડૂતો અને કૉમોડિટી બજાર માટે ઘણી મોટી અને નવી ઘોષણાઓ કરવામાં આવી છે, નાણાંમંત્રીએ પાકનું MSP વધારવાની ઘોષણા કરી છે. સાથે જ પાક ઉત્પાદક સમૂહ તરીકે કામ કરતી કંપનીઓને ટેક્સમાં છૂટની પણ ઘોષણા કરવામાં આવી છે.


તે સિવાય ખેડૂતોને તેમની ઉપજની સારી કિંમતો મળે તે માટે દેશમાં 22 હજાર એગ્રી બજારને E-મંડી મુજબ વિકસીત કરવામાં આવશે, જે સીધી E-NAMથી જોડાઈ રહેશે. ખેડૂતોને પડતી તકલીફોને દૂર કરવા સરકાર ઈ-બજારને APMC કાયદાની બહાર કર્યું છે, આ બધા નિર્ણયોથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીશું NAFEDના ચેરમેન દિલીપ સંઘાણી પાસેથી.


NAFEDના ચેરમેન દિલીપ સંઘાણીનું કહેવુ છે કે આ બજેટમાં ખેડૂતોને ઘણો ફાયદો થાશે સાથે જ રાષ્ટ્રીય આવકમાં પણ વધારો જોવા મળશે. ખેડૂતોની આવક વધવા માટે સરકાર સારા પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોને જે પમ પાક મળે છે એના પર કિમત ઓછી રહે એવી યોજના કરી રહી છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરી છે. સરકારે આગામી ખરીફ માટે એમએસપી દોઢ ગણી વધીરી શકે છે. ક્લસ્ટર બેઝ્ડ ખેતીને પ્રોત્સાહ મળશે. ઇ-બજારને એપીએણસી કાયદા માંથી મક્તિ મળશે.