બજાર » સમાચાર » રેલવે બજેટ

બજેટમાં મધ્યમવર્ગની આશા અધૂરી રહી

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 11:40  |  સ્ત્રોત : CNBC-Bajar

મોદી સરકારે તેની પહેલી ટર્મા પૂરી થતા પહેલા છેલ્લું બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટમાં કોઇ મોટી રહતો આપવામાં આવી નથી. પગારદાર વર્ગને ટેક્સ ચુકાવતા લોકો ને ફરીવાર નીરાશા મળી છે. પરંતુ ગુજરાત ચૂંટણીમાં ઓછી બેઠકો મળ્યા બાદ ગ્રામીણ અને ક્રૃષી સેક્ટરો માટે મોટી જાહેરાતો કરાઇ છે. એના પર આગળા ચર્ચા કરીએ ટેક્સ એક્સપર્ટ પ્રદિપ જૈન, આર્થિક મામલાના જાણકાર અર્ણવ પંડ્યા, બીએસઈ બ્રોકર્સ ફોરમના સીઈઓ અને ચીફ ઇકોનોમિસ્ટ આદિત્ય શ્રીનિવાસન, અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઈનાન્સ જીતેન્દ્ર અઢિયા, કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ, બીજેપીના પ્રવક્તા યમલ વ્યાસ.


આર્થિક મામલાના જાણકાર અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે અર્થત્રંતના બાબતમાં ફીસ્કલ કોર્સ થયો છે. રૂરલ વિસ્તારમાં સરકારનાં નિર્ણય સારા લીધી છે. કોઇ પણ ખર્ચામાં અર્થત્રંત પર અસર જોવા ન મળી શકે. હાલમાં ફીસ્કલ ડેફીસીએટમાં 3.5% થી 3.2% થઇ છે. સરકારે રૂપિયા 1 લાખના રોકાણ પર 10% એલટીસીજી લગાવ્યો છે. ખર્ચામાં વધારો જોવા મળ્યો છે. નાણકીય વર્ષ 2019 વિનિવેશનો લક્ષ્ય રૂપિયા 80000 કરોડ થયો છે. ગત ક્વાર્ટર અને આ ક્વાર્ટરમાં જીડીપીના આંકડા આવશે એમાં વધારો જોવા મળશે.


બીજેપીના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવુ છે કે ચૂંટણી લક્ષી બજેટમાં નથી મુકી રહ્યો છું. કારણ કે ગત વર્ષનાં બજેટમાં સબસિટી આપી અને અનેક પ્રકારના સરકારને નુકસાન કરીને આપવામાં આવતા હતા. એમા અર્થત્રંતમાં કોટ જોવા મળી હતી. ફિસ્કલ ડેફીસીએટને નિયત્રણામાં રાખ્યું ખર્ચો ઘટાળ્યા વગર વિકાસનું કામ કરી રહી છે. કૃષિને લગતી પ્રવૃત્તિઓ માટે સરકારે રૂપિયા 11 લાખ કરોડનું ફંડ બનાવવાનું નક્કી કર્યું છે.


કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલનું કહેવુ છે કે આ બજેટમાં ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ફીસ્કટમાં વધારો કરવા માટે એક્સાઇ ડ્યુટીને વધારે કર્યું હતું. આ વર્ષમાં ગ્રોથ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી ગ્રોથ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રિએમ્બર્સમેન્ટ પાછું ખેંચાયું છે. આ બજેટમાં વેપારીઓને પણ ઘણી મુસ્કેલિનો સામનો કરવા પડે છે.


ટેક્સ એક્સપર્ટ પ્રદિપ જૈનનું કહેવુ છે કે કોઇ પણ નવો કાયદો આવે એનાથી બધાને તકલીફ હોય છે. ધીમે ધીમે એના પર કામ કર્યે તો એ સરળ લાગે છે. પહેલા કોઇ કામ પર પેનલટી લાગતી હતી એેને સરકારે હટીવી છે. આપણા દેશમાં બજી 2-3 મહિના એના પર સવાલ થાશે. પણ પછી એના પર સારી રીતે બધા કામ કરશે એવું સરકારને આશા છે. આવનાસા સમયમાં વેપારીઓ માટે એ ઘણો ફાયદા કરક રહેશે.


બીએસઈ બ્રોકર્સ ફોરમના સીઈઓ અને ચીફ ઇકોનોમિસ્ટ આદિત્ય શ્રીનિવાસનનું કહેવુ છે કે આ બજેટમાં સરકારે દરેક સેક્રટને પોઝિટીવ આપવાની કોશિસ કરી છે. સરકારે એગ્રી અને ઇન્ફ્રામાં ઘણો સુધારો કર્યો છે. જો સરકાર બધા સેક્ટરમાં બધી સુવિધા આપે તો સરકાર રેવેન્યું કઇ રિતે ભેગુ કરી શકે છે. એ વર્ષમાં ટેક્સ ભરાયો એ પણ 800 કરડો 27 લાખ લોકોએ ઇનકમ ટેક્સ ફાઇલ કર્યું છે. લાબા ગાળા માટે આ વર્ષનું બજેટ ઘણો પોઝિટીવ છે.


અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઈનાન્સ જીતેન્દ્ર અઢિયાનું કહેવુ છે કે આ બજેટ રૂરલ અને એગ્રી સેક્ટરમાં સારો રહ્યો છે. કોર્પોરેટ સેક્ટરમાં થોડી સુવિધાઓ આપ્યા હતા તો અર્થતંત્રમાં ઝડપી ગ્રોથ જોવા મળી શકે છે. ખેડૂતોના ઉત્પાદનના ખર્ચ કરતા એણએસપી દોઢ ગણી રાખવામાં આવશે.