બજાર » સમાચાર » રેલવે બજેટ

ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનો બજેટ પર મત

ના રોજ પ્રકાશિત Thu, 01, 2018 પર 20:00  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વખતના બજેટમાં ઇન્ડસ્ટ્રીને ઘણી અપેક્ષા હતી. જીએસટી અમલીકરણ બાદ ઇન્ડસ્ટ્રીએ ઘણી સમસ્યાનો સામનો કર્યો છે. સરકારે સતત ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ રાખ્યું છે અને મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા તથા ડિજીટલ ઇન્ડિયા જેવી સ્કીમ પર કામ કર્યું છે. આ ચર્ચા કરીશું મેઘમણી ઓર્ગેનિક્સના એમડી આશિષ સોપારકર, અસાહી સૌંગવૉન કલર્સના જૉઇન્ટ એમડી ગોકુલ જયક્રિષ્ના અને ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સના સેક્રેટરી જયેન્દ્ર તન્ના સાથે.

કોર્પોરેટ ટેક્સના રેટમાં શરતી બદલાવ કર્યો. 250 કરોડ રૂપિયાથી ઓછા ટર્ન ઓવર પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ. 25 ટકા કોર્પોરેટ ટેક્સ સરચાર્જ અને સેસ સાથે 27 ટકા છે. 250 કરોડથી વધુના ટર્નઓવર પર સરચાર્જ અને સેસ સાથે 34.37 ટકા છે.

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાને આદેશ આપ્યો. ખેડૂતોના ઉત્પાદનના ખર્ચ કરતા MSP દોઢ ગણી રાખવામાં આવશે. કૃષિને લગતી પ્રવૃત્તિઓ માટે સરકારે રૂપિયા 11 લાખ કરોડનું ફંડ બનાવવાનું નક્કી કર્યું. ગ્રામિણ વિસ્તારોના વિકાસ માટે સરકાર અન્ય 4000 કરોડ રૂપિયાનું ફંડ બનાવશે. સરકારે ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી.


મેઘમણી ઓર્ગેનિક્સના એમડી આશિષ સોપારકરનું કહેવુ છે કે આ વર્ષનો બેજટ સારો છે. આ બજેટમાં ખાસ કરીને ખેડૂતોમાં સારુ પગલૂ લેવામાં આવ્યું છે. આપણા દેશમાં ઓર્ગેનિક ફાર્મિંગ મોધું છે. સામાન્ય માણસોને એનું ઉપયો નથી અને જો ઓર્ગેનિક ફાર્મિંગનું ઉપયોગ થાય તો એની કિમત ઘટી શકે છે. ભારતમાં આ એક નવી વસ્તુ છે.


અસાહી સૌંગવૉન કલર્સના જૉઇન્ટ એમડી ગોકુલ જયક્રિષ્નાનું કહેવુ છે કે આ વર્ષના બજેટમાં કેમિકલ સેક્ટરમાં કઇ ખાસ ફાયદા માટે કોઇ જાહેર નથી કરી. જે પણ ઇન્ડસ્ટ્રી પાસે ગ્રોથની તક છે એ પોતે ઇન્ટરનેશનલ કંપનીમાં સામે આવી શકે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઇમપોર્ટ ડ્યુટી સીવસ કોઇ બીજો ફાયદો થયો છે.