બજાર » સમાચાર » બજેટ

બજેટ 2018: રિયલ એસ્ટેટ સેક્ટરની શું અપેક્ષા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 15:26  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ આવી રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરને શું અપેક્ષા છે એ અંગે જાણીશું હિરાનંદાણી ગ્રુપના એમડી નિરંજન હિરાનંદાણી સાથે.

નિરંજન હિરાનંદાણીના મતે રિયલ એસ્ટેટમાં ટેક્સની જટિલતા ઘણી વધુ છે અને આ ભારણ ઓછું થાય એ માટે સરકારે પગલાં લેવા જોઈએ. 12% જીએસટી ઘણું વધારે છે, 6% કરવું જોઈએ. અમે NAREDCOમાંથી પીએમને પ્રેઝન્ટેશન મોકલ્યું છે. વ્યાજની રાહત રૂપિયા 2 લાખ સુધી જ છે, એની મર્યાદા વધવી જોઈએ.

હવે ઘરના ભાવ ઘણા વધી ગયા હોવાથી મર્યાદા રૂપિયા 5 લાખ થવી જોઈએ. વેચાણ ન થવા છતાં ટેક્સ લગાવવામાં આવે છે, જેમાં રાહત જરૂરી. અફોર્ડેબલ હાઉસિંગ જ નહીં, સમગ્ર સેક્ટરને ઇન્ફ્રા દરજ્જો જરૂરી. મિડલ ક્લાસને વ્યાજનું ભારણ ઓછું થાય એવા પગલાં લેવા જોઈએ. રિયલ એસ્ટેટમાં જીએસટી સમગ્રપણે આવે તો ઘરનો ખર્ચ વધી જશે. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ટેક્સ 12% થતાં ભારણ વધી જશે.

સ્ટેમ્પ ડ્યુટી કાઢીને જીએસટી લગાવવામાં આવે તો વાંધો નથી. ટેક્સનું ભારણ વધવાની વાત સરકાર નકારે છે. જોકે ગ્રાહક અથવા બિલ્ડર બેમાંથી એક પર ભારણ વધે છે. કેપિટલ ગેન્સ ટેક્સનો ફાયદો ઘર માટે પણ મળવો જોઈએ. રિયલ એસ્ટેટ પર અઢળક ટેક્સ લાગે છે. રિયલ એસ્ટેટમાં ટેક્સની જટિલતા વધુ, જેથી ઇક્વિટીમાં આકર્ષણ વધ્યું.