Budget 2023: Mutual Fund ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ બજેટમાં થઈ પૂરી તો વધશે તમારું રિટર્ન, જાણો વિશલિસ્ટ - budget 2023 if the demand of mutual fund industry is met in the budget your return will increase know the wishlist | Moneycontrol Gujarati
Get App

Budget 2023: Mutual Fund ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ બજેટમાં થઈ પૂરી તો વધશે તમારું રિટર્ન, જાણો વિશલિસ્ટ

Budget 2023: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓ દ્વારા જારી યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (ULIP)થી થવા વાળી કેપિટલ ગેન્સ પર એક સામાન ટેક્સેશનની માંગ કરી છે.

અપડેટેડ 12:46:28 PM Jan 12, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) ઇન્ડસ્ટ્રીના ટ્રેડ બૉડી એમ્ફી (AMFI)એ બજેટથી સંબધિત તેની વિશલિસ્ટ (pre-budget Wishlist) ચાલું કરી દીધી છે. તેમાં ટેક્સમાં ઘટાડો અને બીજા ઇનવેસ્ટમેન્ટની સાથે ટેક્સમાં સમાનતા વગેરે સામેલ છે. AMFIએ ઇનવેસ્ટર્સ માટે નિયમોમાં પણ સરલતા લેવાની માંગ કરી છે. તેની સાથે જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ દ્વારા ચાલું યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIP)થી થવા વાળી કેપિટલ ગેન્સ (Capital Gains) પર એક સામાન ટેક્સેશનની માંગ કરી છે.

ઇન્શ્યોરેન્સ પૉલિસીઝની સાથે ટેક્સમાં સમાનતા

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પરના કેપિટલ ગેઈન્સ પર 10 ટકા ટેક્સની સામે યુલિપ થવા વાળી ગેન તે સ્થિતિમાં ટેક્સ ફ્રી છે, જો સમ અશ્યોર્ડ ચૂકવણી કરેલા પ્રીમિયમને ઓછામાં ઓછા 10 ગુણો છે. સાથે પૈસા પાંચ વર્ષના લૉક-ઈન પછી ઉપાડવામાં આવે છે અને ચુકાવેલા પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી ઓછી છે.

ULIPSના કેસમાં એખ ઑપ્સનથી બીજા ઑપ્શનમાં સ્વિચ કરવા પર કેપિટલ ગેન નહીં મનવામાં આવે છે. જ્યારે, mutual fundsના કેસમાં ગ્રોથ ઑપ્શનથી ડિવિડેન્ડ ઑપ્શન અથવા રેગુલર પ્લાનથી ડાયરેક્ટ પ્લાનમાં જાય છે તો આ ટ્રાન્સફર માનવામાં આવે છે, તેના માટે કેપિટલ ગેન ટેક્સ લાગે છે.

લિસ્ટેડ બૉન્ડથી ટેક્સમાં સમાનતા


આ પ્રકાર લિસ્ટેડ ડિબેન્ચર અને ઝીરો કૂપન બૉન્ડ ટેક્સેશનના કેસમાં સારી સ્થિતિમાં છે. ઉદાહરણ માટે, જો લિસ્ટેડ ડેબેન્ચર્સને 12 મહિનાથી વધારે હોલ્ડ કરે તો LTCG 10 ટકા લાગે છે, જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને 36 મહિનાથી વધારે હોલ્ડ કરે તો 20 ટકા એલટીસીજી લાગે છે. ખરેખરમાં બન્ને ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટ છે.

TDS માટે થ્રેસહોલ્ડ લિમિટ વધારશે

એક અન્ય માંગમાં ટીડીએસ માટે ડિવિડેન્ડ પેઆઉટની લિમિટ વધીને 50,000 રૂપિયા કરવી જોઈએ, જો હાલમાં 5,000 રૂપિયા છે.

સ્કીમના મર્જર પર થઈ સ્પષ્ટતા

જ્યારે એમએફ હાઉસની બે સ્કીમ અથવા બે પ્લાન્સને કંસોલિડેટ કરવામાં આવે છે તો યુનિટના ટ્રાન્સફર કરીને ઉદ્દેશ્યથી ટ્રાન્સફર નહીં માનવામાં આવે છે. તે માટે ઇનવેસ્ટર્સ પર કોઈ ટેક્સ દેનદારી લાગૂ નહીં થયા. એક જ સ્કીમના હેઠળ વિકલ્પોના કંસોલિડેટ કરવા પર સમાન વ્યવહાર નહીં કરવામાં આવે છે. એમ્ફી આ વિષયમાં વધું સ્પષ્ટતા માંગે છે.

ઇક્વિટી એફઓએફની પરિભાષામાં રહે સંશોધન

AMFIએ કહ્યું કે, આ પ્રસ્તાવ કરવામાં આવે છે કે Fund of Funds (FOF) સ્કીમ્સમાં રોકાણને સામેલ કરવા માટે Equity Oriented Funds (EOF)ની પરિભાષામાં સંશોધન કર્યા છે. ટ્રેડ બૉડી માંગે છે કે સ્ટૉકમાં ન્યૂતમ 65 ટકા રોકાણ કરવા વાળી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સને ટેક્સેશનના ઇદ્દેશ્યથી ઇક્વિટી ફંડ માનવામાં આવે. હજી સુધી નિયમોના હેઠળ આ સ્કીમને ઓછી કરવામાં 90 ટકા પૈસા ઈટીએફની યુનિટમાં રોકાણ કરવું હોય છે.

નૉન રેસિડેન્ટ

NRI ઇનવેસ્ટર્સ માટે હાજર સ્લેબ વાઈઝ વ્યવસ્થા કરતા ડિવિડેન્ડ અને રિડેમ્પ્શન પર ફ્લેટ 10 ટકા ટીડીએસ માટે કહ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડને મળ્યો કેપિટલ ગેન બૉન્ડ્સનું સ્ટેટસ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ્સમાં રોકાણ કરવા વાળી મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટ્સને લૉન્ગ ટર્મ અસેટ્સ જાહેર કરવા અને આવી યૂનિટને Income Tax Actના સેક્શન 54 ઈસીના હેઠળ સામેલ કરવા ફર વિચાર કરવાની માંગ કરી છે.

ઈટીએફના માટે યોગ્ય ટેક્સ વ્યવહાર

લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ માટે પાત્ર માનવા માટે ડેટ ઈટીએફમાં યુનિટ્સને હોલ્ડિંગ પીરિયડને ઘટાડીને 1 વર્ષ કરવું જોઈએ, જો હાલના ત્રણ વર્ષ છે. તેના પર 20 ટકાની જગ્યા 10 ટકા ટેક્સ લગાવું જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 11, 2023 4:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.