CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાના મતે -
CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાના મતે -
આ બજેટ આશામય બજેટ છે. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળે તે ખૂબ જરૂરી છે. ક્લીયરન્સમાં ખૂબ સમય જવાથી ગ્રાહકને ઘર મોડા મળે છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીના દરજ્જાથી સસ્તુ ધિરાણ મળી શકશે. વિકસિત દેશોમાં રેન્ટલ હાઉસિંગ ખૂબ જરૂરી છે. ભારતને હવે રેન્ટલ હાઉસિંગના પ્રોજેક્ટની જરૂર છે.
હાઉસિંગ ફોર ઓલ માટે પણ રેન્ટલ હાઉસિંગ જરૂરી છે. સારા અને સસ્તા રેન્ટલ ઘર મળવા ખૂબ જરૂરી છે. GSTને લઇ ઘણી સમસ્યાઓ થઇ રહી છે. GST રિયલ એસ્ટેટ પર નહીવત કરી દેવો જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગ માટે GST વધારાનો ખર્ચ છે. GSTમાં રાહત આપવાથી એન્ડ યુઝરને લાભ થશે.
કવિશા ગ્રુપના એમડી અને VP, CREDAI ગુજરાત યુથવિંગ, પાર્થ પટેલના મતે -
ફંડીગ સરળ બને એ માટે અફોર્ડબેલ હાઉસિંગ પર રાહત દરે ફંડીગ મળે તે જરૂરી છે. આ બજેટમાં રેન્ટલ હાઉસિંગ પર ભાર અપાઇ શકે છે. ભાડાની આવક પર લાગતા ટેક્સ પર રાહત આપવી જોઇએ. વ્યાજદર સતત વધી રહ્યાં છે. પ્રોજેક્ટના સેલ્સ થવામાં સમય લાગી રહ્યો છે.
BUના 2 વર્ષ પછી ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી 2 વર્ષથી થોડો વધારે સમય અપાવો જોઇએ. 2 થી વધુ ઘરના માલિકને ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી ફેરફાર કરવાથી ગ્રાહકો વધુ ઘર ખરીદી શકે છે.
વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના અમડી અને પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, તેજશ જોશીના મતે -
આ બજેટ પાસેથી ઘણી બધી આશાઓ છે. હાઉસિંગ ફોર ઓલને ખાસુ મહત્વ અપાયુ છે. ગુજરાત અને દેશ માટે ઇન્ફ્રાનો સારો વિકાસ થયો છે. ગ્રાહક અને ડેવલપર્સ માટે અમુક માંગણીઓ છે. અફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાનો દરજ્જો અપાયેલ છે. પુરા રિયલ એસ્ટેટને ઇન્ફ્રાનો દરજ્જો અપાવો જોઇએ. સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખાસુ ધ્યાન આપી રહી છે.
મેટ્રો સિટી માટે અફોર્ડેબલની વ્યાખ્યા રૂપિયા 45 લાખથી વધારી 75 લાખ રૂપિયા કરવી જોઇએ. જમીન અને બાંધકામ ખર્ચ ખૂબ જ વધી ગયો છે. 1 થી 1.5 કરોડ રૂપિયા સુધીના ઘરને અફોર્ડેબલ જેવા લાભ મળવા જોઇએ. 24B મુજબ વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની રાહત છે તે 5 લાખ રૂપિયા સુધી કરો છો. 80 IBA મુજબની હાઉસિંગ ફોર ઓલ માટેની રાહતો ચાલુ રાખવામાં આવે છે.
ઘરના ગ્રાહકો પર વધતા વ્યાજદરની અસર પડી છે. અફોર્ડેબલ ઘરો માટે વ્યાજદર પર 1 થી 1.5 ટકા રાહત અપાવી જોઇએ. ગુજરાતમાં ઇન્ફ્રાનો વિકાસ ખૂબ સારો થયો છે. જમીન ખરીદીથી RERA નંબર સુધી 1 વર્ષ જેટલો સમય લાગે છે. ફાસ્ટ ટ્રેક અપ્રુવલની ખૂબ જ મોટી જરૂરિયાત છે. મુંબઇ અમદાવાદની કનેક્ટિવિટીનો પણ લાભ વધશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.