બજાર » સમાચાર » બજેટ

બજેટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં મોબાઇલ હેન્ડસેટ અને કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સહાન આપવા માટે સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી શકે છે.

મોબાઇલ હેન્ડસેટ, કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ સંભવ છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ સ્કીમ આવી શકે છે. કમ્યૂટર, સર્વર, સોલર ચાર્જર, લીથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ પર ઇન્સેન્ટિવ છે. કંપનીઓને પ્રોડક્શન લિન્ક સબ્સિડી મળી શકે છે.


કંપનીઓને ઇનકમ ટેક્સ એક્ટ 35(AD) હેઠળ છૂટ પણ સંભવ છે. ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટને પણ મળશે બૂસ્ટર ડોઝ સંભવ છે. સેમીકન્ડક્ટર પ્લાન્ટ લગાવનારાઓને મળશે ખાસ ફાયદો છે. ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટને પ્રોત્સાહન આપનારી MEIS સ્કીમ યથાવત્ રહેશે. એક્સપોર્ટ કરનારી કંપનીઓને 4% અતિરિક્ત ડ્યૂટીનો ફાયદો સંભવ છે.