બજાર » સમાચાર » બજેટ

ટેક્સટાઇલ વેપારીઓને બજેટથી શું છે આશા?

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આ બજેટથી ટેક્સટાઇલ સેક્ટરને શું રાહતની આશા છે. એક્સપોર્ટ ટ્રસ્ટને વધારોના ઇન્સેન્ટિવ આપવામાં આવે. મલ્ટિઇવેપોરેટેડ સિસ્ટમ માટે સરકારે રોકાણ કરવા માટે લાભ આપવો જોઇએ. મલ્ટિઇવેપોરેટેડ સિસ્ટમ માટે પાવર પણ સારા દરે આપવો જોઇએ.


એક્સપોર્ટર્સની લોન્ગ ટર્મ પોલિસી હજૂ સુધી આવી નથી. MEISમાં પણ ટકાવારીમાં વધારો કરવામાં આવે. રોડટેપ પોલિસીમાં પણ 5 ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવે. FTAમાં જે કાપડ ઇમ્પોર્ટ થાય છે તેના પર ડ્યુટી લાગવી જોઇએ. ખાનગી અને ભાગીદારી કંપની પર પણ ટેક્સ ઘટાડો થવો જોઇએ.


સરકારે ખાસ કરીને GSTમાં ધ્યાન આપવાની જરૂર છે. GSTમાં રિફંડ અને રિટર્નને નાબુદ કરવા જોઇએ. દેશમાં વ્યાપાર વ્યવસ્થિત ચાલે તેની યોજના ઘડવી જોઇએ. બેન્કોએ પણ વ્યાપારીઓને 25%નો કોલ લેટરે નાણાં આપવા જોઇએ.