બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

બજેટમાં પહેલા આરબીઆઈ ગવર્નરની સલાહ

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 11:29  |  સ્ત્રોત : CNBC-Bajar

સામાન્ય બજેટમાં ફક્ત એક અઠવાડિયુ બાકી છે અને જાણકારોમાં ડિમાન્ડ અને ગ્રોથને લઇને ચિંતા બની છે. રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંતા દાસે ગ્રોથ માટે સ્ટ્રક્ટરલ રિફોર્મની જરૂર જણાવી છે. તેમણે કહ્યું કે મોનિટરી પોલિસીની પોતાની કેટલીક મર્યાદા છે અને ગ્રોથને બૂસ્ટ કરવા માટે સરકારને સ્ટ્રક્ચરલ ફેરફાર કરવા પડશે. શક્તિકાંતા દાસનું કહેવું છે કે ઇકોનોમીમાં ગ્રોથ માટે કન્ઝપ્શન ડિમાન્ડ વધારવાની જરૂર છે.


સેન્ટ સ્ટીફન કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચામાં RBI ગવર્નરે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટરી, ટૂરિઝમ, ઇ કોમર્સ અને સ્ટાર્ટએપ્સને ગ્લોબલ વેલ્યૂ ચેનનો મહત્વનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે ઇન્ફ્રા સેક્ટરમાં કેપેક્સ વધારવા માટે રાજ્ય સરકારથી કેન્દ્રને મદદ મળી શકે છે.