બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સરકારના પ્રયત્નો

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 14:57  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સરકારની યોજનાનો લાભ છેવાડાના ગામડાઓ સુધી મળે તેવા પ્રયાસ રાજ્ય સરકારે બજેટમાં કર્યા છે. નાણાં મંત્રીએ બેજટમાં અનુસૂચિત અને વિચરતી જાતિના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ જાહેરાત કરી.

રાજ્ય સરકારે વર્ષ 2020-21ના બજેટમાં અનુસૂચિત અને વિચરતિ જાતિના લોકો માટે અનેક સહાય અને નવી યોજનાઓની જાહેરાત કરી છે.. ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત અને વિચરતી જાતિના અંદાજે 38 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અંદાજે 7 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.575 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


ખાનગી પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિના અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થી અને ધો.1 થી 5ની વિદ્યાર્થિનીઓને રૂ.500 તથા ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થિનીઓને રૂ.750 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પાયાગત શિક્ષણ માટે સરકારે રૂ.13 કરોડની જોગવાઇ કરી છે. આશ્રમ-એકલવ્ય શાળામાટે રૂ.374 કરોડ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ.379 કરોડ જ્યારે આશ્રમશાળામાં છાત્રની ગ્રાન્ટ રૂ. 2160, કરોડ તો  સરકારી-ગ્રાન્ડેડ સ્કૂલના વિદ્યાર્થીના રહેવા-જમવા માટે રૂ. 103 કરોડની જોગવાઈ તો બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. 20 કરોડની જોગવાઈ.

અનુસૂચિત જાતિ અને વિચરતી જાતિના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના ભોજન બીલ સહાયમાં પણ રાજ્ય સરકારે વધારો કર્યો છે. જેમાં હાલમાં માસિક રૂ.1200ની સહાય આપવામાં આવે છે. જેને વધારીને રૂ.1500 કરવામાં આવશે. જે માટે રૂ 21 કરોડની જોગવાઇ કરી..આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિચરતી જાતિના વિદ્યાર્થીઓને બુટ મોજા પેટે આપવામાં આવતી સહાયમાં પણ રૂ.200નો વધારો કરી હવેથી રૂ.400 આપવામાં આવશે. જ્યારે વિચરતી જાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 1.60 લાખ વિદ્યાર્થિનીઓ અને અનુસૂચિત જાતિની 22,500 વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા રૂ.80 કરોડની જોગવાઇ કરી છે.

સરકારે સાત હજાર નવા ક્લાસ માટે 650 કરોડ તો  મધ્યાહ્ન ભોજન માટે 980 કરોડ, જ્યારે કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડની જોગવાઇ કરી છે તો RTE હેઠળના 4.22 લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ-સ્ટેશનરી માટે 550 કરોડની સહાયની જોગવાઇ છે.

આમ રાજ્યના છેવાડાના લોકો સુધી સરકારની સહાય  પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે આ ઉપરાંત શિક્ષણનો વ્યાપ વધે દેશનું ભાવિ ઉજ્જવલ તેમજ અનુસૂચિત અને વિચરતી જાતિના બાળકો શિક્ષણ મેળવે તેવો ઉમદા પ્રયાસ હાથ ધરાયો છે.