બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

ગુજરાત બજેટમાં પશુ પાલકો માટે ખુલ્લી મુકાઈ તિજોરી

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 16:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત સરકારે 2020-21નું બજેટ રજુ કર્યું. બજેટમાં સરકારે પશુપાલકો માટે પોતાની તીજોરી ખુલ્લી મુકી દીધી. બજેટમાં સરકારે પશુઓની જાળવણી, આરોગ્ય અને પશુપાલકો માટે કરોડો રુપિયાની જાહેરાત કરી પશુપાલકોના હિતમાં મહત્વના નિર્ણય લીધા.

રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું નાણાકીય બજેટ રજૂ કર્યું. બજેટથી ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોને સૌથી વધુ આશા હતી. અને સરકાર પણ તેમની આશાઓ પર ખરી ઉતરી. અનેક એવી જાહેરાત કરી જે પશુપાલકોને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

રાજ્યની સરકાર હંમેશા ખેડૂતો અને પશુપાલકોના હિતમાં વિવિધ નિર્ણયો લઈ રહી છે. ત્યારે 2020-21ના બજેટમાં પણ પુશપાલકો માટે સરકારે પટારો ખુલ્લો મુકી દીધો. ખેડૂતો ગાયનું સંવર્ધન કરે ગાય આધારિત ખેતી તરફ વળે તે માટે સરકારે ગાય દીઠ 900 રુપિયાના નિભાવ ખર્ચની જાહેરાત કરે છે.

મતલબ કે વર્ષે ખેડૂતોને ગાય દીઠ 10800ની સરકારી સહાય મળશે. સાથે જ 10 ગામ વચ્ચે એક પશુ દવાખાના માટે 235 કરોડની સરકારે જોગવાઈ કરી છે. તો હળવા ભારવાહક સાધનની ખરીદીમાં પણ 50 હજારની સહાય કરાશે. તો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા NA મંજૂરી લેવાથી છુટકારો અપાયો છે.

ગાય કે ભેસ દીઠ એક પશુના વિયાણ દરમિયાન મહિના માટે 150 કિલો પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય સરકારી આપશે. જેનો લાભ રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના 15 લાખ સભાસદોને મળશે. અને તેના માટે સરકારે 2200 કરોડની જોગવાઈ કરે છે.