બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

બજેટમાં રેલ્વેમાં વધશે ફાળવણી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:25  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં રેલવેને મળનારી આર્થિક મદદમાં 10 થી 12 ટકા સુધીનો વધારો થઇ શકે છે. સૂત્રો પ્રમાણે નાણાં મંત્રીનું ફોકસ રેલવેમાં ખાનગી રોકાણને વધારવા પર અને મુસાફરોની સુવિધાઓ વધારવા પર હોઇ શકે.

રેલવેને વધારે આર્થિક મદદની આશા છે. બજેટની રકમમાં 10-12% વધારો સંભવ છે. નાણાકીય વર્ષ 20 માટે ₹65,873 કરોડની રકમ મળી હતી. નાણાકીય વર્ષ 21 માં ₹72,500 કરોડથી વધારેની રકમ મળવાની આશા છે. કેપિટલ એક્સ્પેન્ડિચરમાં પણ 18%નો વધારો સંભવ છે.


નાણાકીય વર્ષ 20 માટે કેપિટલ એક્સ્પેન્ડિચર ₹1.6 લાખ કરોડ. ખાનગી રોકાણ વધારવા, ઇન્ફ્રા વિસ્તાર પર થશે ફોકસ. 50 સ્ટેશનને પ્રાઇવેટ મદદથી સુધારવાની યોજના છે. ટ્રેકના નવિનીકરણ, વિદ્યુતીકરણ માટે મળશે રકમ. સ્ટેશનો પર CCTV લગાવવાના કામને મળી શકે ગતિ.