બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

રેલ્વેને વધારે બજેટ રાશિની ઉમ્મીદ ઓછી: સૂત્ર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:13  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વખતે બજેટમાં રેલ મંત્રાલય માટે બજેટની સહાય વધારવાની આશા ઓછી છે. સુત્રોથી મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે નાણાં મંત્રીએ રેલવેની બજેટ સહાયમાં 8-10 ટકાનો વધારાની ભલામણ નકારી છે. સૂત્રોના હવાલાથી મળેલી જાણકારીઓના મુજબ ગત વર્ષના મુકાબલે આ વર્ષ રેલ્વેની બજેટીય સહાયતામાં મામૂલી વધારાની ઉમ્મીદ છે.

તમને જણાવી દઈએ કે 2017-18 માં રેલ્વેની નજીક 55000 કરોડ રૂપિયા મળ્યા હતા. રેલ મંત્રાલયે 8-10 ટકા વધારાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ નાણા મંત્રાલયે વધારે રકમ આપવાથી ના પાડી દીધી છે. સૂત્રોના મુજબ આ બજેટમાં રોડ, કૃષિ, સોશિયલ સર્વિસ સેક્ટર પર વધારે ફોક્સ થશે. નાણા મંત્રાલયે રેલ્વેના અતિરિક્ત સંસાધનોથી પૈસા એકઠા કરવા કહ્યું છે. ત્યારે રેલ મંત્રીએ પણ પોતાના બયાનમાં કહ્યુ છે કે વધારે બજેટ સહાયતાની જરૂરત નથી.