બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોસ્તાહન આપવા મળી શકે રાહત

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં સોલર પેનલ, સોલર ચાર્જિંગ ઇક્વિપમેન્ટ બનાવનારી સ્થાનિક કંપનીઓને રાહત મળી શકે છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે સરકાર મેગા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ માટે ફાઇનાન્સિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે.

સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોસ્તાહન આપવા માટે મળશે રાહત. સોલર પેનલ, બેટરી, ચાર્જિંગ ઇન્ફ્રા માટે જાહેરાત સંભવ છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ફાઇનાન્સિંગ સ્કીમની જાહેરાત પણ સંભવ છે. રોકાણના આધાર પર કંપનીઓ માટે નવું ફાઇનાન્સિંગ મોડલ છે. પ્લાન્ટ લગાવવા પર 20-25% કેપિટલ સબ્સિડી સંભવ છે.


એમએનઆરઈને ₹5,000 કરોડ વધારે બજેટ મળી શકે છે. સસ્તું ઇમ્પોર્ટ રોકવા માટે ડ્યૂટીની સમય મર્યાદા પણ વધારી શકે છે. ચીન, મલેશિયાથી થઇ રહ્યું છે સસ્તુ ઇમ્પોર્ટ. MNREની પેનલ ઇમ્પોર્ટ પર સેફગાર્ડ ડ્યૂટી 2 વર્ષ વધારવાની માંગ છે. સેફગાર્ડ ડ્યૂટીની સમય મર્યાદા 2020માં પૂરી થઇ રહી છે.