બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

બજેટમાં ખેડૂતો પર ખાસ ફોકસ

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 17:46  |  સ્ત્રોત : CNBC-Bajar

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં રાજ્યનું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં સૌથી વધુ કૃષિ વિભાગને 7423 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે. જેનો સીધો જ લાભ રાજ્યના ખેડૂતોને થશે. સાથે જ સરકારે ખેડૂત માટે અનેક યોજનાઓની જાહેરાત કરી. જેનાથી ખેડૂત વધુ મજબૂત અને સંપન્ન થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકાર હંમેશા ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે. જેનાથી ખેડૂત સમૃદ્ધ થઈ રહ્યો છે. ત્યારે 2020-21ના બજેટમાં પણ સરકારે ખેડૂતો માટે તીજોરી ખુલ્લી મુકી દીધી. રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ રહિત પાક ધિરાણ માટે 21 હજાર કરોડની જોગવાઈ કરાઈ છે. પાક વિમો મરજિયાત કરાયો છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હોય તેમને વિમાનું પ્રિમિયમ ભરવા 61190 કરોડની સરકારે જોગવાઈ કરી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ કરી છે.

ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન, ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચ બનાવવા એકમ દીઠ 30 હજારની સહાય રાજ્ય સરકાર કરશે. સાથે તેના બાંધકામ માટે એનએની મંજૂરીથી મુક્તિ અપાઈ છે. તો કૃષિ યાંત્રિકરણ અંતર્ગત 29 હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 245 હજારથી 260 હજારની સહાય તેમજ આશરે 32 હજાર ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદી માટે 2235 કરોજની જોગવાઈ કરાઈ છે. રાજ્યના ખેડૂતો પર સરકારની યોજનાઓની સરાહના કરી રહ્યા છે.

લોકોને સ્વાસ્થપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહે. તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 450 કરોડની જોગવાઈ કરી છે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત હળવા ભારવાહક વાહનોની ખરીદી માટે 250થી 275 હજારી સહાયની જાહેરા કરાઈ છે.

ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન અથવા એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સરકાર સહાય આપશે. જેના માટે  બજેટમાં 10 કરોડની જોગવાઈ કરાઈ છે...તો સુરક્ષા મિશન હેઠળ, ઘઉ, ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ, શેરડી તથા તેલિબિયા પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિમાં સહાય આફવા 287 કરોડની જોગવાઈ કરી છે. તો પંચમહાલમાં દેશની પ્રથમ અવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્થાપવા પણ 12 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી ઓર્ગેનિક ખેતીમાં પ્રોત્સાહન મળશે.