બજાર » સમાચાર » બજેટ અપેક્ષા

નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યુ યુનિયન બજેટ

ના રોજ પ્રકાશિત Thu, 01, 2018 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા મંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં બજેટ 2018 રજૂ કરી દીધુ છે. નાણાકીય વર્ષ 2018-19 માટે બજેટ રજૂ કરી રહ્યો છું. ગરીબોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું. છેલ્લા થોડા સમયમાં કરાયેલા સુધારા પડકારાત્મક રહ્યા. ભારત ઉભરતી અર્થવ્યવસ્થા છે. જીએસટીના અમલીકરણ સાથે પરોક્ષ કરવેરો સુધર્યો.


માળખાકીય સુધારાથી ભારતીય અર્થતંત્રને ટેકો મળ્યો. જીએસટી આવ્યા બાદ ટેક્સ ક્લેક્શન વધ્યુ. ભારતની ઈકોનોમી 2.5 ટ્રિલિયન ડોલરની છે. વિદેશી રોકાણમાં વધારો થયો. જીએસટી ને વધુ સરળ બનાવ્યુ. મોટા સુધારાની કામગીરી ચાલુ રહેશે. એનડીએ સરકારના 3 વર્ષમાં 7.5% ગ્રોથ હાંસલ કર્યો.


સરકારે ઘણા રિફૉર્મ લાગુ કર્યા છે. 2018-19માં ભારતની નિકાસ 15%ના દરે વધી શકે. બીજા ક્વાર્ટરમાં ઈકોનોમમાં સુધારો થયો. ગ્રોથનો ખેડૂતોને ફાયદો મળશે. ઈઝ ઓફ ડુઈંગમાં ભારતનું ટોપ 50માં સ્થાન છે. અમારૂ ફોક્સ ગામડા અને વિકાસ પર છે. મફત ગેસ કનેક્શન આપી રહ્યા છીએ. હવે જીવનધોરણ વધારવા પર ધ્યાન છે.


સ્ટેન્ટના ભાવ નિયંત્રિત કરાયા. 800 થી વધુ દવાઓ સસ્તા ભાવે આપી રહ્યા છે. ગરીબોને મફ્ત ડાયાલિસિસ સુવિધા આપી. એક જ દિવસમાં કંપની હવે રજિસ્ટર થાય છે. સીએલએસએસ હાઉસિંગ ફોર ઓલ માટે મદદ કરી રહી છે. સીએલએસએસ એટલે ક્રેડિટ લિન્ક્ડ સેવિંગ સ્કીમ છે. ડીબીટી થી ભ્રષ્ટ્રાચાર ઘટાડવામાં મદદ મળી. ગ્રુપ C, ગ્રુપ D ની ભરતીમાં ઈન્ટરવ્યૂ પૂર્ણ છે.


2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું. 2016-17માં ફળ અને કઠોળનું વિક્રમી ઉત્પાદન થયુ. ખેડૂતોના કલ્યાણ માટે સરકાર કટીબધ્ધ છે. સૉઈલ ટેસ્ટિંગથી ઉત્પાદન વધશે. સરકારે આગામી ખરીફના એમઆરપી દોઢ ગણી વધારી.


2016-17 માં 275 મિલિયન ટન અનાજ ઉત્પાદન થયું. ખેડૂતોને સારા ભાવ માટે એક સંસ્થાની રચના કરાશે. 86 ટકા ખેડૂતો નાના અને મધ્યમ છે. 470 APMCs ને eNAM સાથે જોડવામાં આવ્યા. રૂપિયા 2,200 કરોડ ભંડોળ સાથે કૃષિ માર્કેટ ફંડ બનાવાશે. ખેડૂતને યોગ્ય ચુકવણી માટે નવી સિસ્ટમ બનાવીશું. ક્લસ્ટર બેઝ્ડ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.


ઓર્ગેનિક ફાર્માંગ પર ખાસ ધ્યાન અપાશે. ખેડૂતોની મદદ માટે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. ઈ-મંડીને APMC કાયદાની મુક્તી મળશે. એર્ગ્રોનિક ફાર્મિગ પર વધુ જોર આપી રહ્યા છીએ. ફૂડ પ્રોસેસીંગ સેક્ટર માટે રૂપિયા 1,400 કરોડ ફાળવાયા. ફૂડ પ્રોસેસિંગ સેક્ટર 8%ના દરે વધી રહ્યુ છે. રૂપિયા 500 કરોડ સાથે Operation Green લોન્ચ કર્યુ. કાંદા-બટાટા માટે ઓપરેશન ગ્રીન લોન્ચ કરશે. એગ્રી એક્સપોર્ટને સરળ બનાવીશુ. $100 Bn કૃષિ નિકાસની શક્યતા.


નેશનલ બાંબૂ મિશન માટે રૂપિયા 1,290 કરોડની ફાળવણી કરશે. ખેતીમાં સોલાર પાવરને પ્રોત્સાહન આપીશું. 42 મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. 10 હજાર કરોડ એનીમલ હસબંડરી માટે ફાળવાયા. માછલી-પશુપાલન માટે બે નવા ફંડની જાહેરાત કરી. ખેતીના ઋણ માટે રૂપિયા 11 લાખ કરોડ. એનસીઆરમાં હવાના પ્રદૂષણ માટે મશીનરી ફાળવણી. સસ્તા ભાવે સોલાર પંપ ઉપલબ્ધ કરાવીશુ.


8 કરોડ ગરીબ પરિવારને મફત રાંધણ ગેસ આપ્યા. આગામી નાણાકીય વર્ષમાં 2 કરોડ શૌચાલય બનાવવાનો લક્ષ્યાંક છે. 2022 સુધીમાં દરેક ગરીબોને ઘર આપીશું. કૃષિ સિંચાઈ માટે રૂપિયા 2600 કરોડ ફાળવ્યા. પીએમ આવાસ યોજનામાં આ વર્ષે 51 લાખ ઘર બનાવ્યા. WSHG માટે રૂપિયા 75,000 કરોડની લોન મળશે.


દિલ્હી NCRમાં પ્રદૂષણનો સામનો કરવા નવી સ્કીમ. ગ્રામીણ રોજગાર, ઈન્ફ્રા યોજના પર રૂપિયા 14.3 લાખ કરોડ. ગ્રાઉન્ડ વોટર ઈરિગેશન માટે રૂપિયા 2,600 કરોડ. 4 કરોડ ગરીબોને વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. વિધવાઓ માટે સામાજીક કાર્યક્રમ શરૂ કરાશે. શિક્ષણ માટે સરકારની મોટી યોજના છે.


આદિવાસીઓ માટે એકલવ્ય સ્કૂલની ભલામણ. 13 લાખ ટીચર માટે ઈન્ટીગ્રેટેડ B-Ed પ્રોગ્રામ. વડોદરામાં રેલ્વે યુનિવર્સીટી શરૂ કરાશે. RISE માટે કુલ રૂપિયા 1 લાખ કરોડ રોકાણ કરાશે. બ્લેક બોર્ડની જગ્યાએ ડિજીટલ બોર્ડ રખાશે. એજ્યુકેશન સેક્ટરના રિવાઈવલ માટે રૂપિયા 1 લાખ કરોડ.


હેલ્થકેરમાં મફત નિદાન માટે 12000 કરોડ આપ્યા. નર્સરીથી 12 સુધીની શિક્ષાની એક નીતિ હશે. આયુષ્માન ભારત પ્રોગ્રામ શરૂ થશે. ગરીબો માટે ફ્લેગશીપ નેશનલ હેલ્થ સ્કીમ અપાશે. પ્રોગ્રામ માટે 1.5 લાખ સેન્ટર કામ કરશે. 10 લાખ પરિવારને 5 લાખ સુધીની મફત વીમા યોજના અપાશે.


ટીબીના દરદી માટે 600 કરોડની પોષણ સહાયતા. 24 નવી સરકારી મેડિકલ કોલેજ સ્થપાશે. હેલ્થ પ્રોટેક્શન સ્કીમમાં 50 કરોડ લોકો આવરવાશે. 24 નવી મેડિકલ કોલેજ ખુલશે. ગોબર ધન યોજનાની જાહેરાત કરી. ટીબી દર્દીઓને દર મહીને 500 રૂપિયાની સહાય કરશે. 5 લાખ સ્વાસ્થય સેન્ટર શરૂ કરાશે.


જનધન યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. 60 કરોડ જનધન ખાતાઓને માઈક્રો ઈન્શ્યોરન્સ સગવડ છે. નમામી ગંગા હેઠળ 47 પ્રોજેક્ટના કાર્ય પૂરા થયા. જનજાતિ વિકાસ માટે રૂપિયા 32,000 કરોડ છે.


એમએસએમઇ ને ઓનલાઈન લોન મળશે. એસએમઈની એનપીએએસ માટે પગલા જાહેર કરીશું. બેન્કોને જીએસટીએન સાથે જોડવામાં આવશે. ગંગા સફાઈ માટે 187 યોજનાને મંજૂરી આપી. મુદ્રા યોજના હેઠળ રૂપિયા 3 લાખ કરોડ સુધી લોન અપાશે. મુદ્રા યોજનામાં 10.38 કરોડ લોકોને લાભ થશે.


નવી મહિલા સરકારી કર્મચારી માટે પીએફ કપાત 8% સરકાર આપશે. આ વર્ષે 70 લાખ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક છે. નવી મહિલા ગવર્મેન્ટ કર્મચારીને 3 વર્ષ ઈપીએફ 12% મળશે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 7,148 કરોડ ફાળવશે. 50 લાખ યુવાનોને નોકરીની ટ્રેનિંગ અપાશે. ઈન્ફ્રા સેક્ટર માટે રૂપિયા 50 લાખ કરોડની જરૂરત છે.


સી પ્લેન માટે નવી યોજનાની જાહેરાત કરી. સેલા પાસ હેઠળ ટર્નલ બાંધવામાં આવશે. સ્માર્ટ સીટી માટે રૂપિયા 2.04 લાખ કરોડ ફાળવાશે. સ્માર્ટ સીટી માટે 99 શહેરો પર પસંદ કરાયા. 10 નવા ટૂરિસ્ટ સાઈડ બનાવવામાં આવશે.


રેલવે માટે 148558 કરોડ ફાળવાશે. રેલ્વે નેટવર્કનું મોડિફિકેશન કરાશે. સેફ્ટી ફર્સ્ટ હેઠળ દરેક સ્ટેશન પર સીસીટીવી મુકાશે. પાટા બદલવા પર ખર્ચ કરવામાં આવશે. મુંબઈ ટ્રાન્સપોર્ટ માટે 11000 કરોડ ફાળવ્યા. સ્ટેશનો પર wifi અને એક્સલેટરની સુવિધા. બુલેટ ટ્રેન માટે વડોદરા ખાતે તાલીમ અપાશે. ઉડાન 56 અનર્વ નેટવર્કને જોડવામાં આવશે.


ઉડાન 37 અનસર્વ હેલીપેડને જોડવામાં આવશે. મુંબઈ રેલવે નેટવર્કનું વિસ્તરણ થશે. એરપોર્ટની સંખ્યા 5 ગણા કરવાના પ્રયત્નો છે. એરપોર્ટ વધવાથી 100કરોડ પ્રવાસીઓની ક્ષમતા વધશે. સેબી 1/4thOf Debt Needsમાટે લાર્જ કેપ ફંડરચશે. બેંગલુરુ મેટ્રો નેટવર્કને રૂપિયા 17,000 કરોડ મળશે. 3,600 કિમી રેલ પાટાઓ નવા બનાવવામાં આવશે. ડિજીટલ ઈન્ડિયા માટેની ફાળવણી બમણી રૂપિયા 373 કરોડ કરાઈ.


ક્રિપ્ટોકરન્સીને કાયદાકીય દરજ્જો નહિ મળે. દેશમાં 5G નેટવર્ક માટે ચેન્નઈમાં રિસર્ચ. બિટકોઈન જેવી કરન્સીને માન્યતા નહી મળે. ક્રિપ્ટોકરન્સીનાગેરકાનૂની કામકાજ સામે કડક વલણ. ડિફેન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ સરળ કરાશે. 2 ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કોરિડોર. એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે.


2 વીમા કંપની સહિત 14 CPSEsને લિસ્ટ કરીશું. 14 CPSEs લિસ્ટ કરાવવામાં આવશે. નાણાકીય વર્ષ 19 માટે રૂપિયા 80,000 કરોડનો વિનિવેશ લક્ષ્યાંક છે. ગ્રામીણ બેન્કોને બજારથી નાણા એકત્ર કરવા પડશે. નાણાકીય વર્ષ 18 માટે વિનિવેશનો રિવાઈઝ લક્ષ્ય રૂપિયા 1 લાખ કરોડ છે. એનઆઈસી, ઓઆઈસી, યુઆઈસી ના મર્જર બાદ લિસ્ટિંગ.


નાણાકીય જાણકારી માટે ઈ-ઓફિસ ખુલશે. રાષ્ટ્રપતિનો પગાર રૂપિયા 5 લાખ કરાશે. ઉપ-રાષ્ટ્રપતિનો પગાર રૂપિયા 4 લાખ કરાશે. રાજયપાલનો પગાર રૂપિયા 3.5 લાખ થશે. સાંસદોના ભથ્થા દર 5 વર્ષે વધશે. જીએસટી રેવેન્યુમાં નાણાકીય અસરો જોવા મળી છે. નાણાકીય ખાધ 2018 માટે 3.5 ટકાનો અંદાજ છે. નાણાકીય ખાધ 2019 માટે 3.3 ટકાનો અંદાજ છે.

નાના વેપારીઓને ટેક્સ હેઠળ 41% વધુ વળતર મળશે. નાણાકીય વર્ષ 17 માટે 85.86 લાખ નવા કરદાતાએ રિટર્ન ભર્યા. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12.6 ટકા વધ્યુ. દેશમાં ટેક્સ ચુકવનારાઓની સંખ્યા વધી. કાળા નાણા વિરૂધ્ધ પગલાની અસર દેખાઈ. ઈનકમ ટેક્સ કલેક્શન 90 હજાર કરોડ વધ્યુ.


ટેક્સ ચુકવનારાઓની સંખ્યામાં 19.25 લાખનો વધારો. નાણાકીય વર્ષ 17 માં 85 લાખ નવા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યુ. રૂપિયા 250 CRની કંપનીનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25% કર્યો. પર્સનલ ઈન્કમ ટેક્સના સ્લેબ યથાવત. ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી. 40 હજાર સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફરીથી પ્રારંભ.


વરિષ્ઠ નાગરિકોને મોટા લાભ. સુપ્રિમ કોર્ટને એફડીના વ્યાજની આવક મર્યાદા 10Kથી વધારી 50K. SC એટલે સિનિયર સિટીઝન છે. વરિષ્ઠોને 50K સુધી FD આવક પર ટેક્સ નહી. રૂપિયા 50,000 સુધીના મેડિકલ ખર્ચ પર ટેક્સ નહી. ગંભીર માંદગીને રૂપિયા 1 લાખ ખર્ચ સુધી માફી. ડાયરેક્ટ ટેક્સમાં રૂપિયા 19,000 કરોડની ખોટ.


રૂપિયા 1 લાખની કમાણી પર 10% કેપિટલ ગેન્સ ટેક્સ છે. શેરની કમાણી પર લોન્ગ ટર્મ કેપિટલ ટેક્સ.  15%નો શોર્ટ-ટર્મ કેપિટલ ગેન ટેક્સ યથાવત. શેરથી રૂપિયા 1 લાખથી વધુ કમાણી પર 10% LTCGT. શિક્ષા અને સ્વાસ્થ્ય પર સેસ 1 ટકા વધાર્યો. ઈક્વિટી એમએફએસ પર 10% ડીડીટી.મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારી 20% કરાશે. ટીવી ના અમુક પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી વધારી 15% કરાશે.