જૂન ત્રિમાસિકમાં નિફ્ટીની ફક્ત સાત કંપનીઓનો નફો બાર્બી મુવીની કમાણી કરતા વધુ | Moneycontrol Gujarati
Get App

જૂન ત્રિમાસિકમાં નિફ્ટીની ફક્ત સાત કંપનીઓનો નફો બાર્બી મુવીની કમાણી કરતા વધુ

ભારતીય લિસ્ટેડ કંપનીઓના જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ જાહેર થયા છે, જે એકંદર નબળા રહ્યા હતા. વૈશ્વિક ધોરણે સરખામણી કરીએ તો નિફ્ટી અંતર્ગત આવતી કંપનીઓની કમાણી નબળી રહી છે. હાલના સમયમાં વૈશ્વિક ધોરણે 1.2 અબજ ડૉલરની કમાણી કરનારી બાર્બી મુવી કરતા પણ નિફ્ટીની મોટા ભાગની કંપનીઓનો નફો ઓછો છે

અપડેટેડ 12:28:04 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement

ભારતીય લિસ્ટેડ કંપનીઓના જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ જાહેર થયા છે, જે એકંદર નબળા રહ્યા હતા. વૈશ્વિક ધોરણે સરખામણી કરીએ તો નિફ્ટી અંતર્ગત આવતી કંપનીઓની કમાણી નબળી રહી છે. હાલના સમયમાં વૈશ્વિક ધોરણે 1.2 અબજ ડૉલરની કમાણી કરનારી બાર્બી મુવી કરતા પણ નિફ્ટીની મોટા ભાગની કંપનીઓનો નફો ઓછો છે.

ભારતીય કંપનીઓના આંકડા વિવિધ વૈશ્વિક પરિબળો સાથે સરખાવવામાં આવે છે. જેમાં બાર્બી મુવીનો સમાવેશ છે. ફક્ત સાત કંપની જેમણે બાર્બી કંપની કરતા વધુ કમાણી જૂન 2023 ત્રિમાસિકમાં કરી છે જેમાં બીપીસીએલ (10,167.67 કરોડ રૂપિયા), આઈસીઆઈસીઆઈ બૅન્ક (10,763.41 કરોડ રૂપિયા), તાતા કન્સલટન્સી સર્વિસીસ (TCS) (11,120 કરોડ રૂપિયા), એચડીએફસી બૅન્ક (12,403.25 કરોડ રૂપિયા), ઓએનજીસી (16,857.22 કરોડ રૂપિયા), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (18,182 કરોડ રૂપિયા) અને એસબીઆઈ (18,735.95 કરોડ રૂપિયા)નો સમાવેશ છે.

Income Tax Refund: 31 લાખ લોકોને ITR ભર્યા પછી પણ નહીં મળે ઈન્કમ ટેક્સ રિફંડ, કારણ જાણીને ચોંકી ઉઠશો


બાર્બી મુવીનું અત્યાર સુધીનું કલેકશન 9,950 કરોડ રૂપિયાનું છે. આ મુવીનું બજેટ 14.5 કરોડ ડૉલર હતું. તેથી બાર્બીનું રોકાણ સામે રિટર્ન (ROI) 700 ટકાથી પણ વધુ થયુ. આવુ નોંધપાત્ર પ્રમાણમાં રિટર્ન કઈ કંપની આપશે?

વિશ્વમાં સૌથી વધુ નફો કરતી કંપની એપલ છે. એપલનો જૂન 2023 ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 19.4 અબજ ડૉલર હતો, જ્યારે નિફ્ટી50માં આવતી કંપનીઓનો સંયુક્ત નફો 23.34 અબજ ડૉલર (1.94 લાખ કરોડ) હતો.

કોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન

કેલિફોર્નિયાની ધ સુપરટીનો કંપનીનો જૂન ત્રિમાસિકમાં નફો 83 અબજ ડૉલર હતો. જ્યારે નિફ્ટી50 કંપનીઓનું ટોપલાઈન 200 અબજ ડૉલર હતું. એપલના આઈફોનું વેચાણ મૂલ્ય 40.68 અબજ ડૉલર હતું.

ગયા વર્ષે અમેરિકામાં નાગરિકોએ 47 અબજ ડૉલરનો ખર્ચ ફક્ત પીઝા પાછળ કર્યો હતો. આ આંકડો નિફ્ટી50 ઈન્ડેક્સની અડધી કંપનીઓ કરતા વધુ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.