PhysicsWallah Share Price: દેશની અગ્રણી એડ્યુટેક કંપની ફિઝિક્સવાલાના શાનદાર ત્રિમાસિક પરિણામોને પગલે નબળા બજારમાં પણ તેના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફા અને આવક બંનેમાં વૃદ્ધિ થતાં રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને શેર રોકેટ ગતિએ વધ્યા. ચાલો, કંપનીના પરિણામો અને તેના શેરના અત્યાર સુધીના પ્રદર્શન પર એક નજર કરીએ.

