મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટા ભાગના સભ્યોએ ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું મોનેટરી પોલિસી મીટિંગની મીનિટ્સમાં જણાવવામાં આવ્યું છે. આ મહિના આઠથી ૧૦ તારીખ દરમિયાન એમપીસીની મીટિંગ થઈ હતી.
મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટા ભાગના સભ્યોએ ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું મોનેટરી પોલિસી મીટિંગની મીનિટ્સમાં જણાવવામાં આવ્યું છે. આ મહિના આઠથી ૧૦ તારીખ દરમિયાન એમપીસીની મીટિંગ થઈ હતી.
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંત દાસના મતે જુલાઈ અને ઓગસ્ટમાં ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધુ રહેશે. કમિટીના અન્ય એક સભ્ય રાજીવ રાજને કહ્યું કે અલ નિનોને લીધે છેલ્લા બે મહિનાથી ચોમાસુ અસામાન્ય છે અને વૈશ્વિક ધોરણે અનાજના ભાવમાં વોલેટિલિટીને લીધે ફૂડ પ્રાઈસ આઉટલુક અનિશ્ચિત છે.
એમપીસીની છ સભ્ય ધરાવતી કમિટીના અન્ય એક સભ્ય આશિમા ગોયલે કહ્યું કે આગામી સમયમાં ચોમાસુ અને સપ્લાયનું ચિત્ર કેવુ રહે છે એ પરિબળોને ધ્યાનમાં રાખીને ભવિષ્યના દર નક્કી કરવા પડશે.
એમપીસીએ ૧૦ ઓગસ્ટના રોજ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહોતો જે અપેક્ષિત હતું કારણ કે ફુગાવો વધી રહ્યો છે. અનાજના ભાવ વધવાથી કમિટીએ રેપો રેટ યથાવત્ રાખવા પડ્યા હતા. એમપીસીનું વલણ જોતા સમજાય છે કે આરબીઆઈ હમણા પરિસ્થિતિનું અવલોકન કરશે અને તે પછી વધતા ફુગાવાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.
ગયા વર્ષનાં મે મહિનાથી અત્યાર સુધીમાં આરબીઆઈ વધતા ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજ દરમાં ૨૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. જુલાઈમાં રિટેલ ફુગાવો વધીને ૧૫ મહિનાની ટોચ ૭.૪૪ ટકાના સ્તરે પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો જૂનમાં ૪.૮૧ ટકા હતો, જે મે મહિનામાં ૪.૩૧ ટકા હતો.
ઓગસ્ટમાં નાણાકીય નીતિની મીટિંગમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે ફુગાવાનો અંદાજ ૩૦ બેસિસ પોઈન્ટ્સ વધારીને ૫.૪ ટકા કરવામાં આવ્યો હતો. દાસે સંકેત આપ્યો છે કે ટૂંકા ગાળે ફુગાવામાં વધારો થઈ શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.