બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં રાખેલી મગફળી પલડી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 11:34  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન પલટો જોવા મળ્યો, સાંજના સમયે જસદણ પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકશાન થયું. જસદણ માર્કેટ યાર્ડમાં રહેલ ખેડૂતોની મગફળી પલડી જતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, ગઈકાલે રાજકોટ યાર્ડ ખાતે 20,000 ગુણી મગફળી વરસાદી ઝાપટાંથી પલડી હતી, તો જસદણમાં પણ મોટા પ્રમાણમાં મગફળી પલડી હોવાનું આવ્યું સામે આવ્યું છે.