Budget 2023: એગ્રી સેક્ટરને બૂસ્ટ આપનારૂ બજેટ રજૂ - budget 2023 budget presented to give a boost to the agri sector | Moneycontrol Gujarati
Get App

Budget 2023: એગ્રી સેક્ટરને બૂસ્ટ આપનારૂ બજેટ રજૂ

બુલિયન અને એગ્રી સેક્ટર માટે ઘણી ઘોષણાઓ નાણા મંત્રી દ્વારા કરવામાં આવી છે, ક્યા સેક્ટરને બૂસ્ટ આપવામાં આવ્યું, અને કઈ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી.

અપડેટેડ 05:04:13 PM Feb 02, 2023 પર
Story continues below Advertisement

વર્ષ 2023 માટેનું બજેટ રજૂ થઈ ચુક્યું છે, અને બુલિયન અને એગ્રી સેક્ટર માટે ઘણી ઘોષણાઓ નાણા મંત્રી દ્વારા કરવામાં આવી છે, ક્યા સેક્ટરને બૂસ્ટ આપવામાં આવ્યું, અને કઈ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી. નાણા મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કૉમોડિટી માર્કેટ માટેની ઘોષણાઓને બારીકાઈથી સમજીએ.

જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેની જાહેરાતો

લેબ ગ્રોન ડાયમંડ પર કસ્ટમ ડ્યૂટીમાં કાપ મૂક્યો. લેબ ગ્રોન ડાયમંડના R&D પર સરકાર ગ્રાન્ટ આપશે. લેબ ગ્રોન ડાયમંડ સીડના રો મટેરિયલ પર ડ્યૂટી ઓછી થશે. સોના-ચાંદીની વસ્તુઓ પર ડ્યૂટી વધારવામાં આવી. સિલ્વર ડૉર પર પણ ડ્યૂટી વધી. સિલ્વર ડોર પર ડ્યૂટી 10.75%થી વધારી 14.35%. ગોલ્ડ બારથી બનેલી જ્વેલરી પર બેસિક ડ્યૂટી વધી. ઇલેક્ટ્રોનિક ગોલ્ડને ઇલોક્ટ્રોનિકમાં બદલવા પર CGTની છૂટ છે. ઇલેક્ટ્રોનિક ગોલ્ડને ફિઝીકલમાં બદલવા પર પણ છૂટ છે.

એગ્રી સેક્ટરની 8 મોટી વાતો

ડિજિટલ રીતે ખેડૂતોની મદદ કરવામાં આવશે. ખેતી, ખેડૂતોથી સંબંધિત સ્ટાર્ટઅપ્સને વધારો મળશે. કૉટનના પાક પર સરકાર વધારે ધ્યાન આપશે. ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ માટે ₹2200 કરોડ છે. મિલેટ માટે ગ્લોબલ હબ ભારત બનશે. માછલી પાલન માટે ₹6000 કરોડ છે. કો-ઓપરેટિવ્સ દ્વારા ખેડૂતોની મદદ કરવામાં આવશે. નૈસર્ગિક ખેતીને વધારો આપવામાં આવશે.

એગ્રી સેક્ટર માટેની જાહેરાતો

એગ્રીકલ્ચર સરકાર એક્સિલરેટર ફંડ બનાવશે. એગ્રી ફંડમાં નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપને વધારો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ બનાવવામાં આવશે. કૉટન માટે PPP પ્રોગ્રામ હેઠળ પ્લાન તૈયાર છે. FY24 માટે ફાર્મ ક્રેડિટ લક્ષ્ય ₹20 લાખ કરોડનું કર્યું. એગ્રી સેક્ટર માટે સ્ટોરેજ ક્ષમતાને વધારવા પર જોર આપ્યુ. 63,000 પ્રાઈમરી એગ્રી ક્રેડિટ સોસાયટીઝ બનશે. પ્રાઈમરી એગ્રી ક્રેડિટ સોસાયટીઝ પર ₹2500 કરોડનો ખર્ચ થશે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રા દ્વારા એગ્રીને મદદ છે. 1 કરોડ ખેડૂતો પાસે સરકાર નેચરલ ખેતી કરાવશે.

ખેડૂતો માટે ભેટ

FY24 માટે ફાર્મ ક્રેડિટ લક્ષ્ય ₹20 લાખ કરોડનું કર્યું. એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડનું નિર્માણ કરશે. એગ્રી એક્સિલરેટર ફંડમાં નવી ટેક્નોલોજી પર જોર. કૉટન માટે PPP પ્રોગ્રામ હેઠળ પ્લાન તૈયાર છે. ₹2,200 કરોડના ખર્ચે આત્મનિર્ભર ક્લીન પ્રોગ્રામ. PM મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર થશે. ₹6,000 કરોડના ખર્ચે PM મત્સ્ય સંપદા યોજના છે. ઇન્ડિયન ઇસ્ટીટ્યૂટ ઑફ મિલેટ્સનું નિર્માણ થશે. ₹2,500 કરોડના ખર્ચે એગ્રી ક્રેડિટ સોસાયટીનું નિર્માણ કરશે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રા દ્વારા એગ્રીમે મદદ મળશે.

કૉટન પર વધ્યુ ફોકસ

બજેટ 2023માં કૉટનના પાક પર વધારે ધ્યાન અપાયું. કૉટન માટે PPP પ્રોગ્રામ હેઠળ પ્લાન તૈયાર છે. PPP ખેડૂતો, રાજ્ય સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચે હશે. ખેતી અને વેપારમાં ખેડૂતોને ફાયદો થશે. ક્લસ્ટર આધારિત વેલ્યૂ ચેન બનાવવા પર ફોકસ હશે. વધુ લાંબા સ્ટેપલની ખેતીને વધારો આપવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2023 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.